News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ધરપકડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પાકિસ્તાની રેન્જર્સ તેમને ધક્કા મારી-મારીને ગાડીમાં બેસાડતાં નજરે પડે છે
ઈમરાનની પાર્ટી પીટીઆઈએ તેમની ધરપકડને અપહરણ ગણાવી છે. પીટીઆઈએ ટ્વીટ કર્યું, પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનનું પાકિસ્તાન રેન્જર્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. સાથે એવો પણ દાવો કર્યો છે કે ઈમરાન ખાનને તેમની ધરપકડ દરમિયાન પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ઘાયલ થયા છે.
Imran khan being illegally abducted and put to violence by Rangers pic.twitter.com/MpFJu7L1Dp
— Dr. Iftikhar Durrani (@IftikharDurani) May 9, 2023
ઈમરાન ખાનની ધરપકડ સમયે હાઈકોર્ટ પરિસરમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી પ્રધાન અને પીટીઆઈના ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે અદાલત રેન્જર્સ દ્વારા કબજે કરવામાં આવી હતી અને વકીલો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું, ઈમરાન ખાનની કારને ઘેરી લેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો :શું તમારી પાસે છે આ 4-વ્હીલર, તો થઈ જાવ સાવધાન! 2027 સુધીમાં તેના પર લાગી શકે છે પ્રતિબંધ! જાણો શું છે કારણ…