ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ભારતની બિલકુલ નજીક આવેલો શ્રીલંકા દેશને ફૂડ ઈમર્જન્સી જાહેર કરવાની નોબત આવી છે.
શ્રીલંકા પાસે હવે આયાતોની ચૂકવણી કરવા ખાનગી બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ નથી.
રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ કહ્યું કે તેમણે ખાંડ, ચોખા અને અન્ય જરૂરી ખાદ્ય ચીજોની સંગ્રહખોરી રોકવા માટે પગલાં લીધા છે.
કટોકટીના નિયમો અને કાયદાનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજપક્ષેએ સેનાના એક ઉચ્ચ અધિકારીને ધાન્ય, ચોખા, ખાંડ અને અન્ય ઉપભોક્તા સામાનના પુરવઠા માટે આવશ્યક સેવાઓના આયુક્ત જનરલ તરીકે નિયુક્ત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે કટોકટીનુ એલાન ખાંડ, ચોખા, ડુંગળી અને બટાકાની કિંમતોમાં ઝડપી વૃદ્ધિ બાદ કરાયુ છે જ્યારે દૂધ પાવડર, કેરોસીન અને રસોઈ ગેસની અછતના કારણે દુકાનોની બહાર લાંબી લાઈન લાગેલી છે.
સામાન્ય જનતાને મોટો આંચકો, ફરી એલપીજીના ભાવમાં ઝીંકાયો વધારો; જાણો હવે કેટલા રૂપિયામાં મળશે સિલિન્ડર