News Continuous Bureau | Mumbai
યુક્રેન સાથેના યુદ્ધનું પરિણામ રશિયા ભોગવી રહ્યું છે. આ યુદ્ધના કારણે રશિયા દુનિયાથી અલગ પડી ગયું છે. આ ઉપરાંત હવે FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) રશિયા સામે પગલાં લે તેવી શક્યતા છે. આથી રશિયા ભારત પર તેને રોકવા અને સહયોગ કરવા દબાણ કરી રહ્યું છે. રશિયાએ ધમકી આપી છે કે જો ભારત રશિયાને FATFની ‘બ્લેક લિસ્ટ’ અથવા ‘ગ્રે લિસ્ટ’માં સામેલ થવાથી નહીં બચાવે તો ભારત સાથેના સંરક્ષણ અને ઊર્જા કરારો રદ કરી દેશે. બ્લૂમબર્ગ દ્વારા આ વાતની જાણ કરવામાં આવી છે.
FATF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે નાણાકીય ગુનાઓને રોકવાનો પ્રયાસ કરે છે. FATFની બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ વધારવામાં આવે છે અને નાણાકીય સહાય પણ બંધ કરવામાં આવે છે. રશિયા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. રશિયા ટકી રહેવા અને સહયોગ માટે ભારત પાસેથી મદદ માંગી રહ્યું છે. તેણે ભારત પર દબાણ લાવવા તેલ, સંરક્ષણ, શસ્ત્રો અને ઉર્જા કરાર રદ કરવાની ધમકી પણ આપી છે.
આ સમાચાર પણ વાંચો: ભારે કરી… પેટ્રોલ પંપ પર 2000ની નોટ કાઢી તો પેટ્રોલ ભરાવ્યા બાદ બાઇકની ટાંકીમાંથી પાછું કાઢી લીધું! જુઓ વિડીયો..
ભારતની સાથે રશિયા ઘણા દેશો પર FATF લિસ્ટમાંથી બચાવવા માટે દબાણ કરી રહ્યું છે. યુક્રેન સાથેના યુદ્ધને કારણે FATF જૂનમાં રશિયાને તેની ‘બ્લેક લિસ્ટ’ અથવા ‘ગ્રે લિસ્ટ’માં સામેલ કરે તેવી શક્યતા છે. આ માટે રશિયાએ ભારત પર દબાણ બનાવીને ભારતને ધમકી આપી છે. FATF એ ફેબ્રુઆરી 2023 માં રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું. તેમણે ખુલાસો કર્યો કે યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી FATFના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
એફએટીએફ સભ્યપદ રદ્દ કર્યા બાદથી રશિયાને બ્લેકલિસ્ટ કરવા અથવા તેને ગ્રેલિસ્ટ કરવા માટે આગ્રહ કરી રહ્યું છે. એટલે રશિયાએ FATFના નિર્ણયનો વિરોધ કરવા માટે ભારત પર દબાણ કર્યું છે. જો રશિયાને પણ ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે તો તે ભારત માટે પણ મુશ્કેલી સર્જશે.
યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો રશિયા પર પહેલાથી જ ઘણા પ્રતિબંધો લગાવી ચુક્યા છે. રશિયા પર હાલમાં સૌથી વધુ પ્રતિબંધો છે. આ પછી રશિયાએ પોતાની અર્થવ્યવસ્થાને જાળવી રાખવા માટે ચીન, ભારત અને તાઈવાન જેવા દેશો સાથે સંબંધો સુધારવાની કોશિશ શરૂ કરી છે. પરંતુ જો FATF રશિયાને બ્લેકલિસ્ટ કરે છે તો આ દેશો માટે રશિયા સાથે વેપાર કરવો મુશ્કેલ બનશે. જેના કારણે રશિયન અર્થવ્યવસ્થા પડી ભાંગી શકે છે. રશિયાને ભારતને શસ્ત્રોની સપ્લાય અને અન્ય પ્રોજેક્ટ અંગેની તેની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવી મુશ્કેલ બનશે. તેલની અગ્રણી કંપની રોઝનેફ્ટ અને નાયરા એનર્જી લિમિટેડ વચ્ચેના દ્વિપક્ષીય સહકારને અસર થઈ શકે છે. રશિયન શસ્ત્રો અને સૈન્ય સાધનોની નિકાસની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ પણ જોખમમાં આવી શકે છે. ફેબ્રુઆરીમાં એરો ઇન્ડિયા 2023 પ્રદર્શનમાં નવા સંયુક્ત ઉડ્ડયન પ્રોજેક્ટ્સ માટેની રશિયન દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પણ રદ થઈ શકે છે. કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ટેકનોલોજી અને ઉર્જા સહયોગ પણ સમાપ્ત થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Opposition Unity: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુંબઈમાં માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત, આ મુદ્દે માંગ્યું તેમનું સમર્થન…