Site icon

પરમાણુ યુદ્ધની અણી પર ઉભું છે વિશ્વ, 32 વર્ષ પછી પુતિને ખોલી પરમાણુ પરીક્ષણ સાઈટ

રશિયાએ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના "ન્યૂ સ્ટાર્ટ" સોદાને તોડ્યા પછી રાષ્ટ્રપતિ પુતિનના જોખમી ઇરાદાઓએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે

Russia's Putin issues new nuclear warnings to West over Ukraine

પરમાણુ યુદ્ધની અણી પર ઉભું છે વિશ્વ, 32 વર્ષ પછી પુતિને ખોલી પરમાણુ પરીક્ષણ સાઈટ

News Continuous Bureau | Mumbai

રશિયાએ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના “ન્યૂ સ્ટાર્ટ” સોદાને તોડ્યા પછી રાષ્ટ્રપતિ પુતિનના જોખમી ઇરાદાઓએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ કરાર તૂટ્યા બાદ વિશ્વ પરમાણુ યુદ્ધની અણી પર આવીને ઉભું છે. આ સંધિએ રશિયા અને યુએસ બંનેને નવા પરમાણુ પરીક્ષણો કરતા અટકાવ્યા હતા. 24 ફેબ્રુઆરીએ રશિયા-યૂક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. પરંતુ આજ સુધી આ યુદ્ધ કોઈ પરિણામ પર પહોંચ્યું નથી. તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની યૂક્રેનની ઓચિંતી મુલાકાત તેમજ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને જે રીતે મદદ કરવાની જાહેરાત કરી હતી તેનાથી સ્પષ્ટ થાય છે કે આ યુદ્ધ હવે રશિયા વિરુદ્ધ યૂક્રેન નહીં, પરંતુ રશિયા વિરુદ્ધ અમેરિકા અને યુરોપ થઈ ગયું છે. આમ છતાં રશિયા કોઈપણ ભોગે આ યુદ્ધ જીતવા માંગે છે. તેથી જ હવે પુતિન પરમાણુ હથિયારો તરફ આગળ વધી રહ્યા છે.

Join Our WhatsApp Community

પુતિને 32 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલી

રશિયન રાષ્ટ્રપતિ પુતિનના માર્ગદર્શક એલેક્ઝાન્ડર ડુગિને થોડા મહિના પહેલા જ દાવો કર્યો હતો કે રશિયા આ યુદ્ધ ક્યારેય હારશે નહીં. તેમણે કહ્યું કે “રશિયા યૂક્રેનમાં યુદ્ધ જીતશે અથવા તો વિશ્વનો અંત આવશે.” તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે રશિયા જીત માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ અમેરિકા અને પશ્ચિમી દેશોએ મળીને યૂક્રેન પર રશિયાની જીત હવે મુશ્કેલ બનાવી દીધી છે, પરંતુ રશિયા હાર સ્વીકારવા બિલકુલ તૈયાર નથી. પુતિનને હાર સ્વીકાર્ય નથી. એટલા માટે તેઓએ પરમાણુ યુદ્ધના સંકેત આપીને વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. પુતિને 32 વર્ષથી બંધ પડેલી રશિયાની “નોવાયા ઝેમલ્યા” પરમાણુ પરીક્ષણ સાઇટ ખોલીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. રાષ્ટ્રપતિ પુતિને ટૂંક સમયમાં આ સ્થળ પર પરમાણુ પરીક્ષણ કરવાના પણ નિર્દેશ આપ્યા છે. જેના કારણે દુનિયામાં મોટો વિનાશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

પુતિનના નિર્ણયે યૂક્રેનથી લઈને અમેરિકા સુધી ખળભળાટ મચાવી દીધો

“નોવાયા ઝેમલ્યા પરમાણુ પરીક્ષણ સાઇટ” ખોલવાના પુતિનના નિર્ણયથી માત્ર યૂક્રેનમાં જ નહીં, પણ યુએસ અને યુરોપમાં પણ ખળભળાટ મચી ગયો છે. વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હથિયાર ધરાવતું રશિયા હવે કોઈપણ હદે જવા માટે તૈયાર છે. તેને માત્ર જીતવું છે. અમેરિકા પણ જાણે છે કે પુતિન ક્યારેય હાર નહીં માને અને તે છેલ્લી ક્ષણે યૂક્રેન પર પરમાણુ હથિયાર છોડી શકે છે. આવી સ્થિતિમાં, જો બાઇડનનું તંત્ર ન માત્ર પુતિનની દરેક હરકતો પર નજર રાખી રહ્યું છે, પરંતુ તેના પરમાણુ પરીક્ષણની તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. જેથી રશિયાને તે જ શૈલીમાં જવાબ આપી શકાય. બીજી તરફ રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે જો અમેરિકા નવા પરમાણુ પરીક્ષણો કરશે તો રશિયાને કોઈ રોકી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં HPના સૌથી પાવરફુલ ગેમિંગ લેપટોપની એન્ટ્રી, કિંમત જાણીને તમને થશે આશ્ચર્ય

શી જિનપિંગને મળ્યા બાદ પુતિન નક્કી કરી શકે છે મહાવિનાશની તારીખ

પુતિને પરમાણુ હથિયારોના ઉપયોગ અંગેની સંધિ તોડ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે પુતિને આમ કરીને મોટી ભૂલ કરી છે. પરંતુ પુતિન જો બાઇડનની ચેતવણીથી બિલકુલ ડરતા નથી. 32 વર્ષથી બંધ પડેલી પોતાની પરમાણુ પરીક્ષણ સાઇટને તેણે જે રીતે ખોલી છે, તેનાથી અંદાજ લગાવી શકાય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર અમેરિકા કે યુરોપના દબાણના તમામ પ્રયાસો પણ તેમને ઝુકાવી શક્યા નથી. અમેરિકા સહિત સમગ્ર યુરોપ માટે હવે પુતિનના ઈરાદાઓને સમજવું મુશ્કેલ બની રહ્યું છે. દરમિયાન, પુતિને આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવા માટે બીજિંગનો સહયોગ માંગ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટૂંક સમયમાં મોસ્કોની મુલાકાતે જવાના છે. આ પછી, રશિયા-યૂક્રેન યુદ્ધ વિશ્વને કયા રસ્તે લઈ જશે તેની કલ્પના કરવી મુશ્કેલ હશે.

Trump Tariffs: ટ્રમ્પની ટેરિફ નીતિ ઉલટી પડી! દેશ ની આ મહત્વની સેવા જ થઇ ઠપ્પ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ફટકો, એલોન મસ્કે પીટર નવારોને આપ્યો જોરદાર જવાબ
American Economy: શું ખરેખર મંદીના આરે ઉભું છે અમેરિકા? મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જેન્ડીએ આપી આવી ચેતવણી
Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
Exit mobile version