News Continuous Bureau | Mumbai
સાઉદી અરેબિયાએ પોતાના દેશમાં નાગરિકતાના નિયમને લઈને મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર ભારતીયોને પણ અસર કરશે. જો કે, આ ફેરફાર કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પરંતુ તેને આપવા માટે કરવામાં આવ્યો છે. જાણો સાઉદી અરેબિયામાં નાગરિકતાનો નવો નિયમ શું કહે છે?
સાઉદી અરેબિયામાં જે નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેના અનુસાર, હવે સાઉદી મૂળની મહિલાઓના બાળકો નાગરિકતા માટે અરજી કરી શકે છે, જેઓએ વિદેશીઓ સાથે લગ્ન કર્યા છે. પરંતુ બાળકોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને તેઓ નાગરિકતા મેળવવા માટેના તમામ માપદંડોને પૂર્ણ કરવા જોઈએ.
નાગરિકતા અંગેનો આ નવો નિયમ
આ સમાચાર ભારતના પ્રવાસીઓ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે જેમણે સાઉદી મૂળની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. સાઉદી મીડિયા અનુસાર, વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને સાઉદી અરેબિયન નેશનાલિટી સિસ્ટમની કલમ 8માં ફેરફારને મંજૂરી આપી દીધી છે.
સાઉદીની આ કલમમાં ફેરફાર બાદ, ‘જે વ્યક્તિનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે અને તેના પિતા વિદેશી નાગરિક છે, પરંતુ માતા સાઉદી મૂળની છે, તો તે વ્યક્તિને સાઉદી અરેબિયાની નાગરિકતા મળી શકે છે. જો કે, નાગરિકતા મેળવતા પહેલા, ઘણી શરતો પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. સાઉદી અરેબિયાની નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિ પાસે અરબી ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ. તેનું પાત્ર સારું હોવું જોઈએ. તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી ન હોય અથવા તે ભૂતકાળમાં 6 મહિનાથી વધુ જેલની સજા ન કાપી હોય.
આ સમાચાર પણ વાંચો : દક્ષિણ આફ્રિકા T20 માં દર્શક બન્યો ફિલ્ડર, એક હાથે પકડ્યો જબરદસ્ત કેચ, હવે મળશે 48.25 લાખનું ઇનામ
સાઉદી અરેબિયામાં રહે છે લાખો ભારતીયો
સાઉદી અરેબિયામાં લગભગ 25 લાખ ભારતીયો રહે છે. આમાંના મોટાભાગના લોકો એવા લોકો છે જેઓ ત્યાં વેતન અથવા નાની કંપનીઓમાં કામ કરે છે. સાઉદી અરેબિયામાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેમણે પોતાનો બિઝનેસ સ્થાપિત કર્યો છે.
ભારતમાંથી આવેલા પ્રવાસીઓએ પણ સાઉદી મૂળની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. જો કે, સાઉદી મૂળની મહિલા લગ્ન તો કરી લેતી, પરંતુ તેમના બાળકોને નાગરિકતા મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. હવે સરકારના આ નિર્ણય બાદ મોટી સંખ્યામાં એવા લોકો નાગરિકતા માટે અરજી કરી શકશે, જેમના પિતા ભારતીય મૂળના છે, પરંતુ તેમની માતા સાઉદી મૂળની છે.
હજ અંગેના નિર્ણયથી પણ ભારતીયોને લાભ
તાજેતરમાં, સાઉદી અરેબિયાની સરકારે હજ યાત્રાને લઈને પણ આવો નિર્ણય લીધો છે, જેનાથી લાખો ભારતીય મુસ્લિમોને ફાયદો થયો છે. હકીકતમાં, સાઉદી અરેબિયા દ્વારા વર્ષ 2023 માટે ભારતમાંથી હજ યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : બજારોમાં ઊંધિયાની ડિમાન્ડ વધતા શક્કરિયાની માંગ વધી : શક્કરિયા વિટામિન-સી અને મેગ્નેશિયમથી ભરપૂર
Join Our WhatsApp Community