Site icon News Continuous Bureau | Mumbai

અરેરે… અમેરિકાના કેવા દિવસો આવ્યાં.. આના લીધે દરેક છઠ્ઠી વ્યક્તિ ભૂખે મરે છે અને કબ્રસ્તાનમાં જગ્યા નથી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021 

અમેરીકા (યુ.એસ.) માં કોરોના રોગચાળાએ સૌથી વધુ નુકસાન કર્યું છે. અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 3 લાખ 58 હજારને વટાવી ગઈ છે અને ઘણા વિસ્તારોમાં ફરીથી ચેપ ફેલાઈ રહ્યો છે. કોરોનાએ અમેરિકન અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી છે અને પરિસ્થિતિ 2008 માં આર્થિક મંદી કરતા પણ ખરાબ હોવાનું કહેવાય છે. 

Join Our WhatsApp Channel

અમેરિકામાં ભૂખ એક મોટી સમસ્યા બની ગઈ છે, તેમજ ઘણા રાજ્યોમાં તો લોકોને દફન કરવાની જગ્યા નથી. ડબ્લ્યુએચઓ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ યુએસમાં કોરોના વાયરસની બીજી તરંગની આગાહી કરી છે. તેનું કારણ એ છે કે નાતાલ અને નવા વર્ષની રજા દરમિયાન પ્રોગ્રામમાં એકઠા થયેલા લોકો. 

અમેરિકામાં રોગચાળાને લીધે, લોકોએ મોટા પાયે રોજગાર ગુમાવ્યો અને તેના પરિણામે અમેરિકામાં ભૂખની સમસ્યા ઉભી થઈ. અમેરિકાની સૌથી મોટી ભૂખ રાહત સંસ્થા ફીડિંગ અમેરિકાના અહેવાલ મુજબ, 

અહીં ડિસેમ્બરના અંતમાં 54.8 મિલિયન થી વધુ લોકોને ભૂખે મારી રહયાં છે. અહીં દરેક છઠ્ઠું અમેરિકન ભૂખ સામે સંઘર્ષ કરી રહ્યું છે. સ્થિતિ એ છે કે દરેક ચોથા અમેરિકન બાળક ભૂખ્યું સૂઇ રહ્યું છે. વાયરસનો પ્રકોપ એટલો વધી ગયો છે કે અંતિમ સંસ્કારના  સ્થળોએ મૃતદેહોને દફનાવવા માટે જગ્યા નથી બચી.

Ganga Water Treaty India Bangladesh – ૩૦ વર્ષ જૂની ગંગા જળ સંધિ પૂરી થવાને આરે: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી સમજૂતી પર સૌની નજર
US Plane Crash Near Horn Island – ફ્લોરિડા જઈ રહેલું નાનું વિમાન મેક્સિકોની ખાડીમાં ખાબક્યું: ૨ માસૂમ બાળકો સહિત તમામ ૬ મુસાફરોના મોતની પુષ્ટિ
Houthi Attack on Riyadh – ખાડી દેશોમાં ફરી વકર્યો તણાવ: રિયાધમાં હુથી હુમલામાં 2 ભારતીયો સહિત 11 લોકો ઘાયલ, ભારતીય દૂતાવાસ એલર્ટ મોડ પર
BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Exit mobile version