News Continuous Bureau | Mumbai
Nepal Helicopter Accident : પાડોશી દેશ નેપાળમાં મંગળવારે સવારે ગુમ થયેલું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. જેનો કાટમાળ મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. તમામ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં પાંચ વિદેશી નાગરિકો સવાર હતા.
15 મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો
નેપાળની સર્ચ ટીમે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મેળવી લીધો છે. કોશી પ્રાંત પોલીસના ડીઆઈજી રાજેશનાથ બાસ્ટોલાએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે ‘ગામવાસીઓએ નેપાળ સર્ચ ટીમને હેલિકોપ્ટર દુર્ઘટનાની જાણ કરી. ઉલ્લેખનીય છે કે, મનાંગ એર (Manang Air) નું આ હેલિકોપ્ટર મંગળવારે સવારે 10.10 મિનિટે ટેકઓફ થયું હતું, 15 મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો.
આ રીતે હેલિકોપ્ટર ક્રેશ થયું
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંગળવારે સવારે મનાંગ એર હેલિકોપ્ટર(Helicopter) નો સંપર્ક તૂટી ગયો અને સોલુખુમ્બુ જિલ્લાના લિખુપિક ગ્રામીણ નગરપાલિકાના લામજુરા ખાતે ક્રેશ થયું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે હેલિકોપ્ટર પર્વતની ટોચ પર એક ઝાડ સાથે અથડાયું હશે. જેના કારણે આ અકસ્માત થયો. રાજેશનાથ બાસ્ટોલાએ કહ્યું કે જે મૃતદેહો મળી આવ્યા છે તેની હજુ સુધી ઓળખ થઈ નથી. મનાંગ એર (Manang Air) ઓપરેશન્સ અને સિક્યોરિટી મેનેજર રાજુ ન્યુપેનના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં કેપ્ટન ચેત બહાદુર ગુરુંગની સાથે પાંચ મેક્સિકન નાગરિકો સવાર હતા. જેમનું મૃત્યુ થયું છે.
આ સમાચાર પણ વાંચો: Suchitra :સુચિત્રાએ શેખર કપૂર પર લગાવ્યો આ આરોપ’, છૂટાછેડાના વર્ષો પછી લગ્ન પર અભિનેત્રીએ કરી ખુલીને વાત
અચાનક સંપર્ક તૂટી ગયો
નોંધપાત્ર વાત એ છે કે જે હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter crash) નો ભોગ બન્યું હતું તે પાંચ વિદેશી પ્રવાસીઓને લઈને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ(Mount everest) ની સફર પર જઈ રહ્યું હતું. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સોલુખુમ્બુથી કાઠમંડુ (Kathmandu) ની મુસાફરી દરમિયાન ગુમ થઈ ગયું હતું. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ ગુમ થયેલ હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક સવારે 10.15 વાગ્યે તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે ઉંચા પહાડોના કારણે નેપાળ(Nepal) માં પ્લેન ક્રેશના સમાચાર આવતા રહે છે.