News Continuous Bureau | Mumbai
યુરોપથી લઇને સાઈબેરિયા સુધી હાલમાં હવામાનના જુદા જુદા રંગ જોવા મળી રહ્યા છે. એશિયા અને રશિયાને જોડનાર સાઈબેરિયામાં હાલમાં ઠંડી બે દશકની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. બીજી બાજુ, યુરોપમાં ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિત કેટલાક દેશોમાં ઠંડીમાં તાપમાન સામાન્ય કરતાં વધારે છે. આઠ દેશોમાં તો જાન્યુઆરીમાં મહત્તમ તાપમાનના રેકોર્ડ પણ તૂટી ચૂક્યા છે. પોલેન્ડના વારસામાં 18.9 ડિગ્રી, સોએના બિલબાઓમાં 25.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સરેરાશ તાપમાન કરતાં 10 ડિગ્રી વધારે છે. આ પ્રકારના અંતરને લોકો અસામાન્ય તરીકે ગણે છે.
આર્કટિક સર્કલની નજીક આવેલાં ડેનમાર્ક, સ્વિડન, નોર્વે, ફિનલેન્ડ અને નેધરલેન્ડસમાં પણ આવી જ સ્થિતિ છે. ઠંડીમાં બરફ પર અનેક પ્રકારની રમતોનું આયોજન કરનાર સ્વિત્ઝર્લેન્ડમાં પારો 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યાં બરફમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે રિસોર્ટ બંધ થઇ રહ્યા છે. સ્કીય૨ો તરફથી ગયા સપ્તાહમાં ફ્રેન્ચ અને સ્વિસ સ્કી રિસોર્ટની જે તસવીરો મોકલવામાં આવી છે તે ચિંતા વધારનારી છે. તસવીરોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે બરફની ચાદરથી છવાયેલા રહેનાર પહાડી ક્ષેત્ર હવે માટી અને ઘાસના પહાડોમાં ફેરવાઇ ચૂક્યાં છે. આ જ હાલત ઇટાલીની પણ છે. ઠંડીની રજાઓની વચ્ચે યુરોપનાં મોટા ભાગનાં રિસોર્ટમાં પારો સામાન્ય કરતાં વધારે છે. સ્વિસ રિસોર્ટ જીસ્ટાડમાં તો પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરથી પહાડી વિસ્તારોની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવાની ફરજ પડી છે. યુરોપનાં સ્કી રિસોર્ટ બરફ ન હોવાના કારણે સૂમસામ છે. આ પ્રકારની સ્થિતિ પ્રથમ વખત ઊભી થઇ છે. વિન્ટર સ્પોર્ટસ અને સ્કીઇંગ ન થવાના કારણે પહાડી વિસ્તારોના સ્થાનિક ગ્રામ્ય લોકોને ભવિષ્યને લઇને ચિંતા સતાવી રહી છે. રેસ્ટોરન્ટ, હોટલો, ભાડા પર સ્કીઇંગનાં સાધનો ઉપલબ્ધ કરાવનાર ડ્રાઇવર નિરાશ છે.
Join Our WhatsApp Community