જાપાનમાં વૃદ્ધ થતી વસતી એકલતામાં જીવન વિતાવે છે અને વૃદ્ધના મૃત્યુ બાદ પણ કોઈને જાણ નથી થતી.

Surviving Old Age Is Getting Harder in Japan

News Continuous Bureau | Mumbai

જાપાનનાં હજારો ઘરમાં કચરાના ઢગલા જોવા મળે છે. કચરાથી સોઠસ ભરેલાં ઘર અને માલિકોની નાનામાં નાની વસ્તુઓને પણ ઘરની બહાર ન ફેંકવાની આ સમસ્યાને જાપાનીઝમાં ‘ગોમી યાશિકી’ કહે છે. વૃદ્ધ થતી વસતી અને વિભક્ત પરિવારોને કારણે આ સમસ્યા વકરી છે. ડિપ્રેશન તેમજ કોઇ ખરાબ અનુભવ જેવી માનસિક સમસ્યાઓ ઉપરાંત શહેરોમાં રહેવા માટે ખૂબ જ ઓછી જગ્યા અને કામના દબાણમાં ઘરની સફાઇ માટે સમય ન મળવો પણ તેનું કારણ છે. ટોક્યોમાં આવાં ઘરોને કચરાથી મુક્તિ અપાવવા માટે તોરુ કોરૈમુરાએ ‘રિસ્ક બેનિફિટ’ નામની કંપની શરૂ કરી છે.

તેઓ પોતાની ટીમની સાથે મળીને દુર્ગંધ ભરેલાં ઘરોમાં ઘૂસીને તેની સફાઇ કરે છે. અનેકવાર એવા ઘરમાં જઇને પણ સફાઇ કરવી પડે છેજ્યાં રહેતા એકલી રહેતી વ્યક્તિનું અનેક સપ્તાહો પહેલાં મોત થયું હોય છે. રૂમમાં છત સુધી ભરાયેલો કચરો પ્લાસ્ટિક બેગ, કેન, બોટલો, અખબાર અને જંક ફૂડનાં રેપર જ હોય છે. અનેકવાર ઑનલાઇન શોપિંગના ઢગલાબંધ પેકેટ હોય છે જેને ક્યારેય ખોલાયાં નથી હોતાં. કોરેમુરા કહે છે કે એક્લા રહેતા હોય અને મૃત્યુ પામેલામાંથી 70% ગોમી યાશિકીમાં રહેતા હોય છે. ક્યૂ યુનિવર્સિટીના ન્યૂરોસાઇકેટ્રીના પ્રો. તોમોહિરો નકાઓ કહે છે કે એકલતા હોય ત્યારે આ સમસ્યા સર્જાઇ શકે છે. દરમિયાન, મહિલા હાના ફુજીવારાએ ઘરના કચરામાં પેન્શનના ડોક્યુમેન્ટ્સ ગુમાવ્યા બાદ સફાઇનો સંકલ્પ કર્યો.

આ સમાચાર પણ વાંચો:  આ સપના આપે છે સમૃદ્ધિના સંકેત, જાણો કયા સપનામાંથી મળે છે રાજયોગ