187
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 નવેમ્બર, 2021
બુધવાર
તાલિબાન અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ એક પછી એક નવા નિર્ણય લઇ રહ્યુ છે.
તાલિબાનની નવી સરકારે હવે અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે.
સાથે જ સરકારે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. જેનાથી અફઘાનિસ્તાનની પ્રજામાં વધુ ભયનો માહોલ છે
પહેલાથી જ પતનની આરે છે તેવા અફઘાનિસ્તાન માટે આ નવી જાહેરાતના કારણે મુશ્કેલીઓ વધી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના આ નિર્ણયથી અન્ય દેશો સાથે હવે અફઘાનિસ્તાનનો સંપર્ક કપાઇ શકે છે.
નોંધનીય છે કે, 15 ઓગસ્ટે કાબુલમાં તાલિબાન દ્વારા કબજો મેળવ્યા પછી યુએસ, વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા અફઘાનિસ્તાનની USD 9.5 બિલિયનથી વધુની ઍક્સેસને અવરોધિત કરવામાં આવી છે.
You Might Be Interested In