Site icon News Continuous Bureau | Mumbai

આ દેશે પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થતા વિમાનને જબરદસ્તી લૅન્ડ કરાવી બે યાત્રીની ધરપકડ કરી; યુરોપિયન યુનિયન ભડક્યું, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

વિશ્વમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. બેલારુસના તાનાશાહ પ્રમુખ એલેક્ઝેન્ડર લુકાશેંકોના આદેશ પર એક વિમાનને હાઈજૅક કરી એમાં પ્રવાસ કરી રહેલા એક પત્રકાર અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને યુરોપિયન યુનિયને આતંકવાદી ઘટના ગણાવી છે.

હકીકતે રયાન ઍરનું એક વિમાન યુનાનથી લિથુઆનિયા જઈ રહ્યું હતું. આ દરમિયાન જ્યારે એ બેલારુસના હવાઈક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ત્યાંના તાનાશાહ લુકાશેંકોના આદેશથી એક ફાઇટર જેટ મિગ-૨૯ મોકલવામાં આવ્યું હતું અને વિમાનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી, બેલારુસની રાજધાની મિંસ્કના ઍરપૉર્ટ તરફ ડાયવર્ટ કરાવ્યું હતું. ત્યાર બાદ પત્રકાર રોમન પ્રોટસેવિચ અને તેની ગર્લફ્રેન્ડ સોફિયાની ધરપકડ કરવામાં આવી હતી. યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ બેલારુસની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને પોતાની તમામ ઍરલાઇન્સને બેલારુસ પરથી ઉડાન નહીં ભરવાની તાકીદ કરી છે.

ભાગેડુ મેહુલ ચોકસી એન્ટીગુઆથી પણ ગુલ થઈ ગયો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે રોમન પ્રોટસેવિચ એક ટીવી ચૅનલનો પત્રકાર છે. તેણે ૨૦૧૯માં લિથુઆનિયામાં શરણ લીધું હતું અને બેલારુસમાં ૨૦૨૦માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીઓનું કવરેજ કર્યું હતું. ત્યાર બાદ તેના પર આતંકવાદ અને હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે તેની ધરપકડ કરી છે અને તેને ૧૫ વર્ષની સજા થવાની શક્યતા છે.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version