Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વમાં ઓમિક્રોનને લીધે ફરી ચિંતાની લહેર ઉઠી છે, એવામાં ઓમિક્રોન વાયરસનો પ્રથમ ફોટો બહાર પડ્યો; જુઓ વાયરસનું સ્વરૂપ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 30 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

વિશ્વ હાલમાં કોરોનાના નવા પ્રકારને લઈને ચિંતિત છે. ઓમિક્રોન વાયરસ કેટલું ઘાતક છે કે નહિ તેની ચર્ચા થઈ રહી છે. એવામાં ઓમિક્રોનનો પહેલો ફોટો સામે આવ્યો છે. ઇટલીની એક યુનિવર્સિટીએ આ વાયરસનો ફોટો જાહેર કર્યો છે.

નવા વાયરસનું સ્વરૂપ કેવું દેખાય છે, તે શરીરના કયા ભાગોમાં પ્રવેશે છે, કયા અવયવોને નષ્ટ કરે છે, તેના લક્ષણો શું છે વગેરે અભ્યાસ કરવા માટે નવા વાયરસના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ ફોટોનો ઉપયોગ વિશ્વમાં નવા ઓમિક્રાન સંકટના સ્વરૂપને સમજવા માટે પણ કરવામાં આવશે.

ઓમિક્રોન નામના નવા વાયરસનો આ ફોટો ચોંકાવનારી બાબતોનો ખુલાસો કરે છે. મોટાભાગના મ્યુટેશન માનવ કોષો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા જોવા મળ્યા છે. તેથી શરીર તેમને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અથવા કોરોનાનો આ નવો વાયરસ શરીરના અન્ય ભાગોને કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ કરવાનું બાકી છે, પરંતુ આ ફોટો તેના અભ્યાસને વેગ આપશે.

બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગમાં મળી આવેલા ઓમિક્રોન દર્દીઓના અભ્યાસ બાદ આ ફોટો લેવામાં આવ્યો હતો.

BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Bangladesh Response Sheikh Hasina Return – ‘હાથકડી પહેરીને જ આવશે’: શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની જાહેરાત પર વચગાળાની સરકારનો આકરો જવાબ
Nvidia CEO Jensen Huang Affair Disclosure – CEO તરીકે વાપસી પહેલા જેન્સન હુઆંગે Nvidia ના બોર્ડ સમક્ષ ખોલ્યું રહસ્ય, કબૂલ્યા વધુ અફેર
 Sheikh Hasina Bangladesh Return – શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે! ‘આ દિવસે’ જ ઢાકા જવાની જીદ, તારિક રહમાન સરકારને દિલ્હી વિમાન મોકલવા કહ્યું
Exit mobile version