કાબુલથી એક સાથે 290 લોકોને ભારત લાવી રહ્યું છે આ વિમાન, આટલા અફઘાન નાગરિક પણ આવશે સાથે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

શુક્રવાર

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકાર એક્શનમાં છે અને લોકોને પરત લાવવાના પ્રયાસો સતત ચાલું છે. 

કાબુલથી આવતું ભારતીય વાયુસેનાનું C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિંડન એર બેઝ પર લેન્ડ કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, આ વખતે અફઘાનિસ્તાનમાં ફસાયેલા 290 લોકોને સી-17 વિમાન દ્વારા ભારત લાવી શકાય છે. 

આ 290 લોકોમાંથી 220 ભારતીય અને 70 અફઘાનિસ્તાનના નાગરિક છે. તેમાં કેટલાક શીખ સમુદાયના લોકો પણ સામેલ છે. 

અફઘાનિસ્તાનના તે શીખો છે, જેમણે ભારત સરકારને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવાની અપીલ કરી હતી.

બદલી અને પ્રમોશન માટે બારોબાર અરજી કરનારા પોલીસ અધિકારીઓનું આવી બનશે, મુંબઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું નવું ફરમાન? જાણો વિગત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *