Site icon News Continuous Bureau | Mumbai

 આ તે કેવી ઘટના, ગર્ભ રહી ગયાના ૩૫ વર્ષે બાદ ખબર પડી પેટમાં ભ્રૂણ પથ્થર બની ગયુ હતું. જાણો ચોંકાવનારો કિસ્સો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર 

માતા બનવું એ કોઈ પણ મહિલા માટે એક અલગ જ અનુભવ હોય છે. માતાને દરેક ક્ષણે તેનો અહેસાસ થાય છે. જાે કે અલ્ઝીરિયામાં એક મહિલાને પોતાની અડધી જિંદગી સુધી ખબર જ ના પડી કે તેના પેટમાં એક બાળક છે. તેમને આ વાતની ૩૫ વર્ષ પછી ખબર પડી.

અલ્ઝીરિયામાં રહેતા મહિલાને એક વખત પેટમાં ભયંકર દુઃખાવો ઉપડ્યો હતો. દુઃખાવો એટલો પીડાદાયક હતો કે તેઓ ડૉકટર પાસે પહોંચી ગયા. ડૉકટરે પેટમાં દુઃખાવો કયા કારણોસર થઇ રહ્યો છે તે જાણવાની કોશિશ કરી તો તેઓ દંગ રહી ગયા. ૭૩ વર્ષના મહિલાના પેટમાં કેટલાંય દાયકાથી ૭ મહિનાનું ભ્રૂણ હતું. 

અકલ્પનીય વાત તો એ છે કે મહિલાને ખુદ આ વાતનો કોઇ અનુભવ કયારેય થયો નહોતો. જે મહિલાની સાથે આ અજીબોગરીબ ઘટના થઈ છે. તેમને અગાઉ પણ પેટમાં દુઃખાવો રહેતો હતો. પણ ડોક્ટર્સ તેની પાછળનું કારણ શોધી શક્યા નહોતા. મહિલાને પેટમાં વધારે દુઃખાવો થવા લાગ્યો તો ડોક્ટરે તેની તપાસ કરી અને જાણ્યું કે મહિલા પેટમાં લગભગ ૩૫ વર્ષથી એક સાત મહિનાનો ભ્રૂણ હતું. આટલા વર્ષમાં આ ભ્રૂણ એક પથ્થર જેવું બની ગયું હતું અને ડોક્ટર્સે તેને બેબી સ્ટોનનું નામ આપ્યું છે. તેનું વજન ૪.૫ પાઉન્ડ એટલે કે ૨ કિલોગ્રામ હતું. 

ફ્રાન્સે આ મસ્જિદ પર 6 મહિના માટે મારી દીધું તાળું, ઈમામ નફરત અને જેહાદનું સમર્થન કરતા હોવાનો લાગ્યો આરોપ; જાણો વિગતે  

આ ઘટનાને ડોક્ટર્સે પણ અત્યંત દુર્લભ ગણાવી હતી. તેણે લિથોપેડિયન નામની કંડીશન ગણાવી હતી. આના વિશે ડોક્ટર્સે કહ્યું કે, આવું ત્યારે થાય છે જ્યારે ભ્રુણનો વિકાસ ગર્ભાશયની જગ્યાએ પેટમાં થાય છે. બાળકનો સતત લોહીની અછતના લીધે વિકાસ થઇ શકયો નથી. કારણ કે પેટથી તેને બહાર કાઢવાનો કોઈ રસ્તો હોતો નથી. ત્યારે આવા સમયે ભ્રૂણ પથ્થરમાં બદલાવા લાગે છે.

 

 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
  China Gold Buying Record – સોનાના ભાવ ઘટવા છતાં ચીન કેમ કરી રહ્યું છે ધૂમ ખરીદી? 2,435 ટનના જથ્થા સાથે શું છે ડ્રેગનની અસલી ‘ગોલ્ડ ગેમ’, જાણો
Exit mobile version