News Continuous Bureau | Mumbai
યુક્રેન ની સરહદ નજીક કાળા સમુદ્ર પર આકાશમાં રશિયા અને અમેરિકા વચ્ચે ટકરાવનો એક બનાવ બન્યો છે. આ વિસ્તાર યુક્રેન સરહદની નજીક છે અને અહીં બે રશિયન ફાઈટર ઉડી રહ્યા હતા ત્યારે અમેરિકાના તોતિંગ કદના ડ્રોન સાથે જેટની પાંખ અથડાઈ હતી. આ બનાવ બન્યા પછી ડ્રોન ધડાકાભેર તૂટી પડ્યું હતું.
આ ઘટના સંદર્ભે બંને દેશોએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. જોકે, બંને દેશની સેનાઓ અત્યારે એલર્ટ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને રશિયાના સૈન્ય એકબીજાની સામે આવતા નથી. હાલ બંને દેશ વચ્ચે પરોક્ષ યુદ્ધ ચાલુ છે ત્યારે આ પ્રકારની સૈન્ય કાર્યવાહી આંતરરાષ્ટ્રીય યુદ્ધમાં પરિણમી શકે છે.
અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકન રીપર ડ્રોન અને બે રશિયન ફાઇટર જેટ SU-27 બ્લેક સીની ઉપર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડાન ભરી રહ્યા હતા ત્યારે એક જેટ ઇરાદાપૂર્વક ડ્રોનની સામે આવ્યું અને તેલ છાંટવાનું શરૂ કર્યું. અધિકારીએ કહ્યું કે આ પછી એક જેટે રીપર ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું,
આ સમાચાર પણ વાંચો : બજાજ ઓટોના ચેરમેન નિરજ બજાજે મુંબઈના મલબાર હિલમાં રૂ. 252.5 કરોડમાં ટ્રિપ્લેક્સ ખરીદ્યું.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને જાણકારી અપાઈ
આ ઘટના પર યુએસ એરફોર્સે એક નિવેદન બહાર પાડીને રશિયન એરક્રાફ્ટ પર બેદરકારી અને અવ્યાવસાયિક રીતે કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધશે
આ ઘટના અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધારશે તેવું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં તેની અસર બંને દેશોના સંબંધોમાં પણ જોવા મળી શકે છે.