News Continuous Bureau | Mumbai
જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન ફરી એકવાર પગથિયાં ચઢતી વખતે પડતાં પડતાં બચી ગયા હતા. મળતી વિગતો અનુસાર જો બાઈડેન પોલેન્ડની રાજધાની વૉરસોમાં એરફોર્સ વન પર સવાર થવા માટે પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે થોડી જ સેકન્ડમાં તેમણે પોતાની જાતને સંભાળી લીધી હતી. આ ઘટનાનો પણ એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
President Joe Biden tripped and caught himself as he boarded Air Force One in Poland. The President is now on his way back to the White House. #POTUS #GeraldFord pic.twitter.com/LEpcdmQU1R
— Edward Lawrence (@EdwardLawrence) February 22, 2023
આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ બાઈડેન ઝડપથી પગથિયાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ગોથું ખાઈ જાય છે અને થોડીક જ વારમાં પોતાની જાતને સંભાળી લે છે. તે પછી તેઓ ઝડપથી વિમાનમાં પ્રવેશી જાય છે.
આ સમાચાર પણ વાંચો : શું ચોમાસા પહેલા રેલ્વેનું કામ નહીં થાય પૂર્ણ? ગોખલે બ્રિજ માટે પાલિકા ‘પ્લાન બી’ સાથે છે તૈયાર..
વ્હાઇટ હાઉસે આ ઘટના પર તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે આ પહેલીવાર નથી થયું. અગાઉ પણ શિખર સંમેલનમાં ભાગ લેવા ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં આવી ઘટના બની હતી. જોકે તાજેતરની ઘટના અમેરિકી રાષ્ટ્રપતિની યુક્રેન અને પોલેન્ડની યાત્રા પૂર્ણ કર્યાના તાત્કાલિક બાદ બની હતી અને તેઓ તે સમયે વોશિંગ્ટન પાછા ફરવા માટે વિમાનમાં સવાર થઇ રહ્યા હતા.