Site icon News Continuous Bureau | Mumbai

Tarun Gulati: કોણ છે આ ભારતીય મૂળના તરુણ ગુલાટી જે લડી રહ્યા છે લંડન મેયરની ચૂંટણી, 2 મેના રોજ થશે મતદાન…

Tarun Gulati: દિલ્હીમાં જન્મેલા તરુણ ગુલાટીનું માનવું છે કે, એક બિઝનેસમેન અને રોકાણ નિષ્ણાત તરીકેનો તેમનો અનુભવ લંડન માટે મદદરૂપ સાબિત થશે..

Who is this Indian-origin Tarun Gulati who is contesting the London Mayoral election, voting will be held on May 2...

Who is this Indian-origin Tarun Gulati who is contesting the London Mayoral election, voting will be held on May 2...

News Continuous Bureau | Mumbai

Tarun Gulati: લંડનના વર્તમાન મેયર પાકિસ્તાની મૂળના સાદિક ખાન ત્રીજી વખત મેયર પદ જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણી લડી રહ્યા છે. જો કે, આ વખતે તેમને ભારતીય મૂળના ઉમેદવારના પડકારનો સામનો કરવો પડશે. તેનું નામ તરુણ ગુલાટી છે. દિલ્હીમાં જન્મેલા તરુણનું કહેવું છે કે લંડનના નાગરિકોને તમામ રાજકીય પક્ષોએ નાખુશ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ લંડનને અનુભવી સીઈઓની જેમ ચલાવવા માંગે છે, જેથી દરેકને ફાયદો થાય. 

Join Our WhatsApp Channel

દિલ્હીમાં જન્મેલા તરુણ ગુલાટીનું માનવું છે કે, એક બિઝનેસમેન અને રોકાણ નિષ્ણાત તરીકેનો તેમનો અનુભવ લંડન ( London ) માટે મદદરૂપ સાબિત થશે.

Tarun Gulati:  હું લંડનની બેલેન્સ શીટને એવી રીતે ફરીથી આકાર આપીશ કે તે રોકાણને આકર્ષે..

63 વર્ષીય તરુણ ચૂંટણીના મેદાનમાં 13 સ્પર્ધકો વચ્ચે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા છે. લંડનવાસીઓ 2 મેના રોજ તેમના મેયર ( London Mayor ) અને વિધાનસભા સભ્યો માટે મતદાન કરશે. ગુલાટીએ આ અઠવાડિયે એક ભાષણમાં કહ્યું હતું કે હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું, જે વિશ્વની વૈશ્વિક બેંકની જેમ જ છે જ્યાં વિવિધ સંસ્કૃતિઓ એકસાથે ખીલે છે.

આ સમાચાર પણ વાંચો :  Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગંભીર આરોપ કહ્યું કોંગ્રેસ હિંદુઓની સંપત્તિ મુસલમાનોને આપવા માંગે છે.

મેયર તરીકે, હું લંડનની બેલેન્સ શીટને એવી રીતે ફરીથી આકાર આપીશ કે તે રોકાણને આકર્ષે અને તમામ નાગરિકોની સુરક્ષા પણ જાળવી રાખે.

Tarun Gulati: રાજકીય ઉમેદવારોએ જે કરવું જોઈતું હતું તે કર્યું હોત, તો હું ક્યારેય મેયરની ચૂંટણી લડત નહીં..

તરુણ ગુલાટીએ મેયર પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર સુઝાન હોલ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઘણા વર્ષોથી લંડન એસેમ્બલીના ( London Assembly ) સભ્ય હોવા છતાં, તે આ નીતિઓને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. તરુણે વધુમાં ઉમેર્યું, જો રાજકીય ઉમેદવારોએ જે કરવું જોઈતું હતું તે કર્યું હોત, તો હું ક્યારેય મેયરની ચૂંટણી ( Mayoral election ) લડત નહીં.

તરુણ ગુલાટી આ ચૂંટણીમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રદાન કરવા, લંડનમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા, મફત શાળા ભોજનની ખાતરી કરવા અને કાઉન્સિલ ટેક્સ ઘટાડવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

Nvidia CEO Jensen Huang Affair Disclosure – CEO તરીકે વાપસી પહેલા જેન્સન હુઆંગે Nvidia ના બોર્ડ સમક્ષ ખોલ્યું રહસ્ય, કબૂલ્યા વધુ અફેર
 Sheikh Hasina Bangladesh Return – શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે! ‘આ દિવસે’ જ ઢાકા જવાની જીદ, તારિક રહમાન સરકારને દિલ્હી વિમાન મોકલવા કહ્યું
  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
Exit mobile version