News Continuous Bureau | Mumbai
શિયાળામાં વાળ બાંધી ને સૂવું તેમજ હેરઓઇલનો ઉપયોગ કરવો તેમજ શિયાળામાં વાળ માટે નાળિયેર તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક છે કારણ કે તે ફેટી એસિડથી ભરપૂર છે, જે વાળને મૂળથી છેડા સુધી પોષણ આપે છે. ભીના વાળ સાથે ક્યારેય સૂવું નહીં તેનાથી શરદી અને વાળ તૂટવાની સમસ્યા થાય છે, હેર સીરમનો ઉપયોગ કરો, હેરઓઇલ થી માલિશ કર્યાના પંદર મિનિટ બાદ જ કાંસકાથી વાળ બનાવો.કન્ડીશનીંગ કરો. તે ઉપરાંત બદામનું બદામનું તેલ ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક છે. વાળને શેમ્પૂ કરતા પહેલા અઠવાડિયામાં એક કે બે વાર તેલ પણ લગાવી શકો છો. જો કે, વાળ ધોયા પછી તેલ લગાવવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી વાળમાં ધૂળ અને ગંદકીની સમસ્યા થઈ શકે છે. તેથી જ શિયાળામાં વાળને પોષણની જરૂર હોય છે, જે ફક્ત ચંપી જ આપી શકે છે.
આ દિવસોમાં આમળા, બદામ, દિવેલ કે તલનું તેલ પણ કરી શકો. શિયાળામાં ડ્રાય હેરની સમસ્યા થી રાહત મળશે વાળ લીસા રહેશે તેમજ ખરતા અટકશે.વાળ સીધા થશે અને લાંબા પણ થઈ શકે છે કેમ કે તેલમાં રહેલ પોષણ વાળને ભરપૂર માત્રામાં મળી રહેશે. તેલને થોડું નવશેકુ ગરમ કરીને પણ લગાડી શકાય છે.
આ સમાચાર પણ વાંચો: જાણો જેમ્સ કેમરુને પોતાની ફિલ્મ નું નામ અવતાર જ કેમ રાખ્યું,, જણાવી વાદળી રંગ પાછળ ની હકીકત