Ice Water Facial: સ્કીનને બ્યુટીફુલ અને ગ્લોઇન્ગ બનાવવા માટે લોકો શું નથી કરતા. કેટલાક વિવિધ પ્રકારની પેસ્ટનો ઉપયોગ કરે છે અને કેટલાક બરફના પાણી ના નુસ્ખા અજમાવતા હોય છે. જેમ જેમ ઉનાળો આવ્યો છે, ઘણા લોકો ઠંડી વસ્તુઓ તરફ વળશે. કેટલાક લોકો ઉનાળામાં સ્કીનને સ્વસ્થ રાખવા માટે બરફનો ઉપયોગ પણ કરે છે, જેમ કે બરફ લગાવવો કે બરફના પાણીમાં મોં નાખવું. સ્કીન પર બરફના ઉપયોગને આઈસ વોટર ફેશિયલ કહેવામાં આવે છે.
આઈસ વોટર ફેશિયલ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આના ઉપયોગથી તમારી સ્કીન કુલ રહે છે અને ચહેરા પર ગ્લો પણ દેખાય છે. આઈસ વોટર ફેશિયલ તમારી ત્વચામાંથી ટોક્સિન્સ ને દૂર કરે છે અને સ્ટ્રેસ પણ ઘટાડે છે. જો કે, ઘણી વખત ખોટી રીતે તેનો ઉપયોગ કરવાને કારણે, તે લાભ આપવાને બદલે ચહેરાની સ્કીનને નુકસાન પહોંચાડે છે. આઈસ વોટર ફેશિયલ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર આ ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
Ice Water Facial: આઈસ વોટર ફેશિયલના નુકસાન
- સ્કિન ઇરિટેશન
બરફના પાણીનો ઉપયોગ કરતી વખતે, જો બરફના ટુકડા સીધા ચહેરા પર અથવા સ્કીન પર લગાવવામાં આવે તો તે બળતરા પેદા કરી શકે છે. તેથી આ સમસ્યાઓથી બચવા માટે હંમેશા રૂમાલ અથવા સુતરાઉ કપડામાં બરફનો ટુકડો બાંધીને ચહેરા પર લગાવો. ચહેરા પર બરફ લગાવ્યા બાદ તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.
- બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ
જો તમે ચહેરો ધોયા વિના ડાયરેક્ટ આઈસ વોટર ફેશિયલ કરો છો, તો આગલી વખતથી આવું કરવાનું ટાળો. કારણ કે તેનાથી તમારા ચહેરા પર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે. ગંદા ચહેરા પર બરફ ઘસવાથી ચહેરા પર રહેલા બેક્ટેરિયા અને ગંદકી સ્કીનના છિદ્રો માં પ્રવેશ કરે છે. જેના કારણે તમને સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : તહેવારના નામ પર ગંદી મજાક.. હોળી રમવા આવેલી જાપાની યુવતીની યુવકોએ કરી છેડતી, હવે એક્શનમાં આવી પોલીસ.. જુઓ વિડીયો
- સેન્સેટિવ સ્કિન માટે નુકસાનકારક
જે લોકોની ત્વચા ખૂબ જ સેન્સેટિવ હોય છે તેમના માટે આઈસ વોટર ફેશિયલ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સેન્સેટિવ સ્કિન ધરાવતા લોકોને આઇસ ક્યૂબથી સ્કીનની સમસ્યાઓ થઈ શકે છે. ડ્રાય સ્કિન વાળા લોકોને પણ રોજ બરફના પાણીથી ફેશિયલ કરવાથી બળતરા ની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
- સ્કિનમાં બ્લડ ફ્લો થાય છે પ્રભાવિત
આઇસ વોટર ફેશિયલ સ્કીનમાં બ્લડ ફ્લોને પ્રભાવિત કરી શકે છે. આ જ કારણ છે કે આઇસ વોટર ફેશિયલ કરતી વખતે આ મહત્વપૂર્ણ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો તમને પહેલાથી જ સ્કીન સંબંધિત કોઈ સમસ્યા અથવા રોગ છે, તો ડોક્ટરની સલાહ લીધા વિના આઈસ વોટર ફેશિયલ કરવાનું ટાળો.
Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.