News Continuous Bureau | Mumbai
ત્વચાને કેર કરવી જરૂરી હોય છે. ત્વચા માટે આપણે ઘણા બધા નુસખાઓ અપનાવીએ છીએ. સાથે જ ઘણા બધા બ્યુટી પ્રસાધનો નો ઉપયોગ પણ કરીએ છીએ. ત્વચા માટે નેચરલ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી છે. આ સાથે જ સમય સાથે ત્વચા ને પેમ્પર કરવાની જરૂર હોય છે. જો તમારી ત્વચા રૂખી અને બેજાન રહેતી હોય તો આના માટે તમારે દરરોજ અમુક ઉપાયો કરવા જોઈએ. જો તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા ત્વચાની કેર કરો છો તો આનાથી તમારી ત્વચા આકર્ષક બને છે. સાથે જ ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે. અહીં અમે તમારા માટે નાઈટ સ્કીન કેર લઈને આવ્યા છીએ. આ રીતે તમે તમારી બેજાન ત્વચામાં જાન લાવી શકો છો. આવો આના વિશે વિસ્તારથી જાણીએ.
આ સમાચાર પણ વાંચો: જાણવા જેવુ / તરબૂચ ખાધા પછી પાણી પીવું યોગ્ય છે કે નહીં? જાણો એક્સપર્ટનો અભિપ્રાય
ત્વચા ની સંભાળ રાખવા માટે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા ચહેરાને ફેશવોશ થી ધોવું જોઈએ. ચહેરાને સારી રીતે ધોયા પછી તમે ટોનર લગાવી શકો છો. ટોનર લગાવવાથી તમારી ત્વચા સોફ્ટ બને છે. આ સિવાય તમારે મોઈશ્ચરાઈઝર ક્રીમ પણ લગાવી જોઈએ દરરોજ તમે ચહેરાને મોઈશ્ચરાઇઝ કરીને જ ઊંઘો ત્વચા ને સોફ્ટ બનાવવા માટે તમે નાઈટ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. રાત્રે સુતા પહેલા નાઈટ ક્રીમ લગાવીને સારી રીતે ચહેરા ઉપર મસાજ કરો. ત્યારબાદ ઊંઘી જાવ. દરરોજ આ રીતે ત્વચાને કેર કરવી જોઈએ. આવું કરવાથી તમારા ચહેરા ઉપર અલગ જ ચમક જોવા મળે છે. સાથે જ ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ઘણા અંશે દૂર થાય છે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.