News Continuous Bureau | Mumbai
લાંબા અને મજબૂત વાળ મહિલાઓને ખૂબ જ ગમતા હોય છે. પણ આજકાલ ધૂળ અને પ્રદૂષણ ના કારણે વાળને ઘણા બધા નુકસાન થાય છે. એના કારણે વાળનો ગ્રોથ જાણે થંભી જાય છે. આવી પરિસ્થિતિમાં વાળને લઈને ઘણી બધી ચિંતાઓ થઈ જાય છે. વાળની ખાસ કાળજી રાખવી જરૂરી હોય છે. આજકાલ વાળ ખરવાની સમસ્યાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે. વાળ બહુ જ વધારે કરવા માંડે છે. સાથે જ વાળ નો ગ્રોથ સારી રીતે થઈ શકતો નથી. આવી પરિસ્થિતિમાં તમારી અમુક ભૂલો ના કારણે જ તમારા વાળ ખરવા માંડતા હોય છે. આજે આપણે વાળ ખરવા માટેના અમુક કારણો વિશે જાણીશું. જો તમે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમે તમારા વાળને ખરતા અટકાવી શકશો.
વાળને ખરતા અટકાવવા માટે તમારે નાની નાની વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ખુલ્લા વાળ રાખીને બહાર જતા હોય છે. પણ તડકાના કારણે પણ તમારા વાળ ડેમેજ થઈ શકે છે. એટલા માટે બહાર જતા પહેલા વાળને ઢાંકવાનું રાખો. આ સિવાય ઘણા લોકો વાળને કોરા જ રાખતા હોય છે. વાળ માટે તેલ પણ ઘણું જરૂરી હોય છે. એનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. એટલા માટે તમારે વાળમાં ઓઇલિંગ પણ કરવું જ જોઈએ. ઘણા લોકો વાળ ધોયા પછી ભીના વાળમાં જ કાંસકો ફેરવવા માંડે છે. આનાથી પણ તમારા વાળને નુકસાન થાય છે. એટલા માટે તમારે વાળને પહેલા સુકાવા દેવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : આ શું… હરણ સાપ ખાય છે, ઘાસ નહીં? જો તમને પણ વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ વાયરલ વીડિયો..
હીટ સ્ટાઇલિંગ પ્રોડક્ટ ના વધારે ઉપયોગથી પણ તમારા વાળને નુકસાન થાય છે. એટલા માટે વાળને નુકસાન કરતા પ્રોડક્ટ નો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. વાળને ધોવા માટે હંમેશા ઓછા કેમિકલ વાળા શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. થઈ શકે તો તમે માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ કરો. આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખી તમે વાળને ખરતા અટકાવી શકો છો.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)