News Continuous Bureau | Mumbai
ઘણી વખત આપણી આંખોની આસપાસ કાળા રંગના સર્કસ થઈ જતા હોય છે. આને ડાર્ક સર્કલ કહેવામાં આવે છે. આપણે પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખીએ છીએ. એવી જ રીતે આંખોની પણ કેર કરવી જરૂરી હોય છે. ડાર્ક સર્કલ તમારી સુંદરતાને ઓછી કરી દે છે. એવામાં તમારે ડાર્ક સર્કલ ને દૂર કરવું જરૂરી બની જાય છે. ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો હોય છે. સ્ટ્રેસના કારણે ડાર્ક સર્કલ થઈ જાય છે. આ સિવાય અવ્યવસ્થિત જીવન શૈલી અને અપૂરતી ઊંઘ ના કારણે પણ આંખોની આસપાસ કાળા ઘેરાઓ થઈ જતા હોય છે. આ ઘેરાઓને દૂર કરવા માટે ઘણી બધી ક્રીમ અવેલેબલ હોય છે. પણ તમે ઘરેલુ નુસખાઓ પણ અપનાવી શકો છો. ઘરે જ હાજર વસ્તુઓનો ઉપયોગ કરી આ સર્કલને અમુક સમયમાં દૂર કરી શકાય છે. આજે અમે આના માટે અમુક ઉપાયો બતાવીશું.
ડાર્ક સર્કલ્સ ને દૂર કરવા માટે તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો. આના માટે કાચા દૂધમાં કાચી હળદર નો રસ કાઢીને મિક્સ કરી શકો છો. હવે આ મિક્સરને આંખોની આસપાસ મળવા હાથથી લગાવો એને 15-20 મિનિટ રહેવા દો. ત્યારબાદ તમે ધોઈ લો. આવું કરવાથી ડાર્ક સર્કલ ધીરે ધીરે ઓછા થશે. આ સિવાય કાચી હળદર અને દૂધના મિશ્રણમાં થોડું બેસન એડ કરો. હવે આ મિશ્રણને આંખોની આસપાસ લગાવો. તેને સુકાવા દો. ત્યારબાદ ધોઈ લો. અઠવાડિયામાં ત્રણ વાર આ ઉપાય ચોક્કસથી કરો. આ સિવાય તમે એલોવેરા જેલ પણ લગાવી શકો છો. રાત્રે સુતા પહેલા આંખોની આસપાસ એલોવેરા જેલ લગાવો. સવારે તેને ધોઈ લો. આનાથી પણ તમને ફાયદો થશે. જો તમે રેગ્યુલરલી આંખોની દેખભાળ કરશો તો આ કાળા ઘેરાઓ 10 થી 15 દિવસમાં જ દૂર થશે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ સમાચાર પણ વાંચો : ગ્લોઈંગ અને ક્રિસ્ટલ ક્લિયર ત્વચા માટે મુલતાની માટીના આ નુસખા અપનાવો