News Continuous Bureau | Mumbai
મહિલાઓને વાળ લાંબા કરવાનો ખૂબ જ શોખ હોય છે. આનાં માટે ઘણા બધા શેમ્પુ અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે. વાળને ખાસ કેરની જરૂર હોય છે. જો તમે પોતાના વાળ ઉપર ધ્યાન નથી આપતા તો વાળ ખરવા માંડે છે. ધૂળ અને પોલ્યુશન નાં કારણે વાળને નુકસાન થાય છે. સાથે જ વાળનો ગ્રોથ અટકી જાય છે. આના કારણે વાળ લાંબા થવા ખૂબ જ અઘરા થઈ જાય છે. વાળને લાંબા કરવા માટે તમારે અમુક દેશી ઉપાય અપનાવવા જોઈએ. નેચરલ વસ્તુ ના ઉપયોગથી વાળને ઘણા બધા બેનિફિટ મળી શકે છે. આજે આપણે એવા જ ખાસ ઉપાય વિશે જાણીશું. આ ઉપાય કરવાથી તમારા વાળ લાંબા અને મજબૂત બનશે. સાથે જ વાળ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થશે.
આ સમાચાર પણ વાંચો: Uniform Civil Code: ‘રાષ્ટ્ર અને પરિવાર એક નથી’, ચિદમ્બરમે PM મોદીને કહ્યું તફાવત, બોલ્યા – UCC લાદી શકાય નહીં.
વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ. ફ્રેશ એલોવેરા જેલ લઈ લો. હવે તેમાં કાંદાનો રસ મિક્સ કરો. કાંદામાં સલ્ફર હોય છે. આનાં કારણે વાળને મજબૂતી મળે છે. સાથે જ પાતળા વાળની સમસ્યા પણ દૂર થાય છે. હવે આ મિશ્રણમાં એક વિટામિન ઈ કેપ્સુલ નાખો. આનાથી પણ તમારા વાળને વધવામાં મદદ મળશે. બધી જ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં એપ્લાય કરો. તેને અડધા કલાક સુધી એમ જ રહેવા દો. હવે તમે વાળને ધોઈ શકો છો. વાળને ધોવા માટે તમે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. અઠવાડિયામાં બે વખત તમારે આ ઉપાય કરવાનો છે. આનાથી તમારા વાળમાં નેચરલ સાઇન આવશે. સાથે જ ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ જશે. તમારા વાળનો ગ્રોથ પણ ધીમે ધીમે વધશે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.