News Continuous Bureau | Mumbai
Beauty: સ્ત્રીઓ પોતાની ત્વચાની ખાસ સંભાળ રાખતી હોય છે. પોતાની ત્વચા માટે ઘણા બધા બ્યુટી ઉત્પાદનો નો ઉપયોગ પણ કરતી હોય છે. ચહેરાની ત્વચાની આપણે ખાસ સંભાળ રાખીએ છીએ. પરંતુ ચહેરા સિવાય અન્ય ત્વચાની પણ દેખભાળ જરૂરી હોય છે. હાથ અને પગની ત્વચા પણ અમુક વખત કાઢી અને રૂખી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે પોતાના હાથની ખાસ દેખરેખ રાખવી જોઈએ. એના માટે તમે ઘરે જ અમુક ઉપચાર કરી શકો છો. ઘરે જ ઉપસ્થિત વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પોતાના હાથને ગોરા બનાવી શકો છો. તડકાને કારણે કાળા થયેલા હાથ ઉપર તે જ લાવવા માટે તમે ઘરગથ્થુ ઉપચારો કરી શકો છો. આજે અમે તમારા માટે ખાસ ઉપાયો લઈને આવ્યા છીએ.
હાથની ત્વચા માટે તમે કોફી નો ઉપયોગ કરી શકો છો. થોડો કોફી પાવડર લઈને તેમાં નારિયેળ તેલ એડ કરો. બંને વસ્તુઓનો એક સારું મિશ્રણ બનાવી લો. હવે આ મિશ્રણને તમારા હાથ અને ગરદન ની ત્વચા પર લગાવો એને થોડી વાર રહેવા દો. ત્યારબાદ તમે હુંફાળા પાણીથી ધોઈ લો. આવું થોડા દિવસ સુધી કરવાથી હાથની ટૈનિંગ દૂર થાય છે. સાથે જ ગળાની ટૈનિંગને દૂર કરવા માટે પણ ઉપયોગી છે. આ સિવાય તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આના માટે દહીંમાં થોડો ટામેટાનો રસ એડ કરી એક મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણને તમે પોતાના હાથ પર લગાવી શકો છો. એને થોડી વાર રહેવા દઈને પછી હાથ ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ ઉપચાર ચોક્કસથી કરો. આવું કરવાથી પણ તમારા હાથની રંગત સુધરશે. તમે આ બંને ઉપચારોનો સહારો લઈ શકો છો.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
આ સમાચાર પણ વાંચો : WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સિવાયની ટીમને કેટલા પૈસામાં મળશે? જાણો વિગતો