News Continuous Bureau | Mumbai
Lemon Juice : આજકાલ લોકો ત્વચાને સુંદર બનાવવા માટે શું નથી કરતા. લોકોનો વિશ્વાસ ઘરગથ્થુ ઉપચાર અને પ્રાકૃતિક વસ્તુઓ પર વધુ જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ પણ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેનું એક નામ લીંબુ પણ છે. અલબત્ત, લીંબુ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, પરંતુ જો તમે તેનો રસ સીધો તમારી ત્વચા અથવા ચહેરા પર લગાવો છો, તો તેની ઘણી આડઅસરો(Side effect) જોવા મળી શકે છે. ચાલો જાણીએ લીંબુના રસની ત્વચા પર શું આડઅસર થાય છે.
શા માટે લીંબુ ત્વચા માટે ખરાબ છે
લીંબુમાં બ્લીચિંગ ઇફેક્ટ જોવા મળે છે, જેના કારણે તે ત્વચા(skin) માટે અસરકારક કહેવાય છે. તે ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુના રસમાં વિટામિન સી હોય છે, જે ડાઘ દૂર કરે છે. જો કે, હજી પણ તેનો રસ સીધો ત્વચા પર લગાવવાની મનાઈ છે. કારણ કે તે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
શા માટે લીંબુનો રસ સીધો ત્વચા પર ન લગાવવો જોઈએ
લીંબુનો રસ ત્વચા માટે ત્યારે જ ફાયદાકારક છે જ્યાં સુધી તેમાં અન્ય વસ્તુઓ મિક્સ કરવામાં આવે. આના કારણે તેનું સંતુલન જળવાઈ રહે છે, પરંતુ જો કંઈપણ મિક્સ કર્યા વગર માત્ર લીંબુનો રસ ત્વચા પર લગાવવામાં આવે તો લાલાશ આવી શકે છે અને ખંજવાળની સમસ્યા થઇ શકે છે.
લીંબુનો રસ સીધો ત્વચા પર લગાવવામાં આવે તો શું નુકસાન થશે?
જો તમે લીંબુનો રસ સીધો તમારી ત્વચા પર લગાવો છો તો તેની ઘણી આડઅસર થઈ શકે છે. તેનાથી ત્વચા પર સનબર્ન થવાનું જોખમ વધી જાય છે. કેટલાક લોકોની ત્વચા એવી હોય છે કે લીંબુનો રસ સીધો શુદ્ધ સ્વરૂપમાં લગાવવાથી કેમિકલ લ્યુકોડર્મા અને ફાયટોફોટોડર્મેટાઈટિસ જેવી ત્વચાની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. આનાથી ખંજવાળ અને બર્નિંગ પણ વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Pakistani Terrorists Movement:180 દિવસ, 271 હુમલા અને 389 મૃત્યુ… આતંકવાદીઓનું આશ્રયસ્થાન પાકિસ્તાન પોતે કેવી રીતે આતંક સામે લડી રહ્યું છે?