News Continuous Bureau | Mumbai
Glowing Skin: ચહેરાની ત્વચાને સ્વચ્છ અને ગ્લોઈંગ બનાવવા માટે, આપણે ઘણીવાર બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનો પર આધાર રાખીએ છીએ. પીલ ઓફ માસ્ક હોય કે ફેસ પેક, બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનોનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ઘરે પણ અમુક સ્ટેપ્સમાં ગ્લાસ જેવી ચમકતી ત્વચા મેળવી શકો છો. આ સાથે ચહેરા પરના ડાઘ(Dark spots) પણ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ ઘરે બેઠા જ ગ્લાસ જેવી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે મેળવી શકાય.
કોફી સાથે ક્લીંઝર બનાવો
કોફી અને દૂધની મદદથી ક્લીંઝર(Cleanser) તૈયાર કરો. તેને તૈયાર કરવા માટે એક બાઉલમાં એક ચમચી કોફી પાવડર લો. ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે પીસી લો. જેથી તે બારીક પાવડર બની જાય. હવે એક બાઉલમાં કોફી પાવડર સાથે કાચું દૂધ(raw milk) મિક્સ કરો. પાતળું સોલ્યુશન બનાવીને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. લગભગ દસથી પંદર મિનિટ પછી, ત્વચા(Skin) ને સાફ પાણીથી ધોઈ લો.
ઓઈલી ત્વચા માટે કોફી ક્લીંઝર કેવી રીતે બનાવવું
જો ત્વચા ઓઈલી હોય તો કાચા દૂધને બદલે કોફીમાં ગુલાબજળ ઉમેરીને ક્લીંઝર તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને હળવા મસાજ પછી પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ હોમમેઇડ ક્લીંઝરનો ઉપયોગ કરો.
હોમમેઇડ ફેસ ક્રીમ બનાવો
કોફી ક્લીંઝરથી ચહેરાની ત્વચાને સાફ કર્યા પછી ડે ફેસ ક્રીમ(Face cream) તૈયાર કરો. તેને બનાવવા માટે એક બાઉલમાં કોફી પાવડર લો. તેમાં એક ચમચી એલોવેરા જેલ અને થોડું ગુલાબજળ ઉમેરો. ચહેરા પર લગાવો અને હળવા હાથે માલિશ કર્યા પછી છોડી દો. લગભગ 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ લો અને સ્વચ્છ ટુવાલથી ચહેરો સાફ કરો. આ ક્લીંઝર અને હોમમેડ ક્રીમને અઠવાડિયામાં માત્ર બે વાર લગાવવાથી થોડા દિવસોમાં ચહેરા પર ગ્લાસ જેવો ગ્લો આવી જશે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 14 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.