News Continuous Bureau | Mumbai
ચહેરા પર કરવામાં આવતી મસાજ તેમજ ક્લિન કરવામાં આવે તેને ફેશિયલ કહે છે. ફેશિયલનુ નોલેજ હોય તો કરી શકાય નહીં તો પાર્લરમાં બ્યુટિશિયન જોડે કરાવવું. દરેક વ્યક્તિને પોતાનું રૂપ જન્મથી મળતું હોતું નથી ને જો રૂપ હોય છતાં પણ તેની સમયસર કાળજી તથા ત્વચા ની માવજત અને સંભાળ લેવામાં ન આવી હોય તો ચહેરો એક કરમાયેલા છોડ જેવો બની જાય છે. તેની ખૂબસૂરતી અને ગ્લો છીનવાઈ જાય છે દરેક વ્યક્તિની ત્વચા અલગ પ્રકારની હોય છે તેની કાળજી લેવા માટે બ્યુટિશિયન કુદરતી પ્રસાધનો તથા ક્રીમનો ઉપયોગ કરીને ત્વચાને નિખારે છે કે પછી હર્બલ ટ્રીટમેન્ટની મદદથી ચહેરાને રૂપવાન બનાવે છે.
ચહેરાને નિખારવા માટે ફેશિયલ ખૂબ જરૂરી છે. તેથી જ આ યોગ્ય ટ્રીટમેન્ટ ગણાવી શકાય. ફેશિયલ મહિનામાં એકવાર કરાવવાથી ચહેરો સોફ્ટ, લીસો તથા શાઇનિંગ વાળો બને છે. ચહેરાને નવો રંગ મળે છે. ફેશિયલ થી માઈન્ડ ડિસ્ટર્બ હોય તો રિલેક્સ અનુભવાય છે, જેનાથી ડિપ્રેશન દૂર થાય છે. તેથી ઘણી વખત મગજની શાંતિ માટે પણ ફેશિયલ કરાવી શકાય છે. તે ઉપરાંત અમુક સમયયાંતરે ડાઘ પણ દૂર કરી શકાય છે, બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે, ચહેરાની સ્કિન ટાઈટ થાય, ડેડ સ્કિન દૂર થાય છે, બ્લેક હેડ્સ રીમુવ થાય છે, વળી આગળ જતાં ચહેરાનો કલર ઉઘડે છે. તેથી જ ફેશિયલ કરાવવાથી યુવાન અને તેજસ્વી ત્વચા બને છે. મન પ્રફુલ્લિત રહે છે.
આ સમાચાર પણ વાંચો: બ્યુટી ટિપ્સ : ફેસ પર બ્લીચ કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, જાણો ક્યારે ન કરાવવું જોઈએ બ્લીચ..