News Continuous Bureau | Mumbai
Summer Skin Care: ઉનાળાએ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉનાળાના આગમન સાથે, તમારે તમારા શરીરની વિશેષ કાળજી લેવી પડશે. ઉનાળાની ઋતુમાં ખીલ, સનબર્ન, સ્કીન બર્નના કારણે સ્કીનને ઘણું નુકસાન થાય છે. જેમ આપણે દરેક ઋતુ પ્રમાણે કપડાં બદલીએ છીએ, તેવી જ રીતે આપણે સ્કીન કેરના પ્રોડક્ટને પણ બદલતા રહેવું જોઈએ. તો ચાલો જાણીએ કે ઉનાળાની ઋતુમાં સ્કીન ને કેવી રીતે નુકસાન થાય છે અને તેની કેવી ખાસ કાળજી લેવી જોઈએ.
સૂર્યના કિરણોથી પડે છે અસર
જ્હોન હોપકિન્સ મેડિસિનના રિપોર્ટ મુજબ, યુવીબી કિરણો (UVB Rays) થી કેન્સરનું જોખમ રહે છે, જ્યારે UVB Rays થી કરચલીઓ, રિંકલ્સ નું જોખમ રહે છે. યુવીએ અને યુવીબી કિરણો આંખો પર ખતરનાક અસર કરે છે અને કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. જો કે, સૂર્યના કેટલાક કિરણો આપણી સ્કીન માટે પણ ફાયદાકારક હોય છે, પરંતુ તેમ છતાં સ્કીનને હંમેશા સૂર્યના વધુ પડતા સંપર્કથી બચાવવી જોઈએ. એટલા માટે જ્યારે પણ તમે તડકામાં બહાર જાવ ત્યારે પહેલા સન સ્ક્રીન લગાવવાનું ધ્યાન રાખો.
પરસેવાની કાળજી લો
ઉનાળો આવતાની સાથે જ પરસેવો થવો સામાન્ય બાબત છે. પરંતુ, જ્યારે પરસેવો બેક્ટેરિયા સાથે મિક્સ થાય છે, ત્યારે તે તમારી સ્કીનને ઘણું નુકસાન કરી શકે છે, જેમ કે એક્ને પોર્સ સ્કીન, બ્રેકઆઉટ અને ક્લોઝિંગ પોર્સ. ડર્મોટોલોજિસ્ટ કહે છે કે, એક્ને અને સ્કિન બ્રેકઆઉટ થી બચવા માટે સ્કીનને હંમેશા સ્વચ્છ ટુવાલથી લૂછી લેવી જોઈએ અને દિવસમાં ઓછામાં ઓછું બે વાર ફેસ વોશ કરવું જોઈએ, જેથી સ્કીન ની સમસ્યાથી બચી શકાય.
ઓઈલી સ્કીનની ખાસ કાળજી લો
વધતા તાપમાન સાથે, હવામાનમાં હ્યૂમિડિટી અને ડ્રાયનેસ આવે છે, જેના કારણે આપણી સ્કીનની સિબેસિયસ ગ્લેન્ડને વધુ સીબમ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જેનાથી ભેજ જળવાઈ રહે છે અને ઓઈલ પ્રોડક્શન વધે છે. આ જ કારણ છે કે સમગ્ર ઉનાળા દરમિયાન આપણી સ્કીન ઓઈલી રહે છે. ઓઈલી સ્કીનથી બચવા માટે હંમેશા હળવા સીરમ અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : રેસિપી / સવારના નાસ્તામાં ટ્રાય કરો બાફેલા ચણાના ટોસ્ટ, નોંધી લો રેસિપી
એલર્જી ન થવા દો
ઉનાળાની ઋતુ સ્કીન માટે ખૂબ જ કપરી હોય છે. સતત તડકામાં રહેવાથી એલર્જી અને ખંજવાળ થવી સામાન્ય બાબત છે. હવે તેનાથી બચવા માટે ચહેરાને વારંવાર સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ અને બને તેટલું લાઈટ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. જો તમને ગંભીર સ્કીનની એલર્જી હોય, તો શક્ય તેટલી વહેલી તકે ડોક્ટરની સલાહ લો.
ટેનિંગથી આવી રીતે બચો
ટેનિંગનું સૌથી મોટું કારણ યુવી રેડિયેશન (UV Radiation) છે. આ કિરણો સ્કીનની સૌથી ઊંડી લેયર એપિડર્મિસની અંદર પ્રવેશ કરે છે અને મેલાનોસાઈટને ટ્રિગર કરે છે, જેના કારણે સ્કીન કાળી થાય છે અને તેને જ ટેનિંગ કહેવામાં આવે છે. ટેનથી બચવા માટે સન સ્ક્રીન એ શ્રેષ્ઠ ઉપાય છે અને તેની અનેક પ્રકારની પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે.
Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.
Join Our WhatsApp Community