Hair care : આજે અમે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માટે ઘરે જ એલોવેરા હેર ટ્રીટમેન્ટ લઈને આવ્યા છીએ. એલોવેરામાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમારા વાળને સંપૂર્ણ પોષણ આપવામાં મદદ કરે છે.
એલોવેરા હેર ટ્રીટમેન્ટ બનાવવા માટે શું જરૂરી છે – એલોવેરા, નાળિયેર તેલ 2 થી 4 ચમચી, વિટામિન-ઇ 1 કેપ્સ્યુલ.
એલોવેરા હેર ટ્રીટમેન્ટ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો. ત્યાર બાદ તેમાં એલોવેરા કાપીને પલ્પ કાઢી લો.
આ પછી, લગભગ 2 થી 4 ચમચી નારિયેળ તેલ ઉમેરો. પછી તમે તેમાં વિટામીન-ઈની 1 કેપ્સ્યુલને પંચર કરીને નાખો.
આ સમાચાર પણ વાંચો : રેસીપી / વીકેન્ડ પર બનાવો સ્પગેટી પાસ્તા, બધાને જ આવશે પસંદ, નોંધી લો રેસિપી
ત્યાર બાદ આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે તમારી એલોવેરા હેર ટ્રીટમેન્ટ તૈયાર છે.
પછી તમે તેને માથાની ચામડીથી તમારા વાળની લંબાઈ સુધી સારી રીતે લગાવો અને 20 મિનિટ પછી તેને ધોઈ લો.
આ પછી, તમારા વાળને સામાન્ય પાણીથી ધોઈ લો અને તેને સાફ કરો. તેનાથી તમારા વાળ મુલાયમ અને ચમકદાર બનશે.
Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.