News Continuous Bureau | Mumbai
ઠંડી શરુ થઈ નથી કે હોઠ ફાટવાની સમસ્યા સતાવે છે. તેમજ હોઠને પિંક કેવી રીતે રાખવા તેની કાળજી ખુબ જરૂરી છે. તે માટે ગુલાબની પંખુડી જેવા સુંદર હોઠ માટે થોડા ઘરેલુ નુસખા અપનાવો : લિપ બામમાં પેટ્રોલિયમ જેલી હોય છે, જે સૂકા હોઠની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. લિપ બામ ફાટેલા અને સૂજી ગયેલા હોઠની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. લિપ બામ એ ફાટેલા અને સૂકા હોઠને સાજા કરવાની ઘણી અસરકારક રીતોમાંથી એક છે. ખાસ કરીને જો રાત્રે સૂતા પહેલા લિપ બામ લગાવવામાં આવે તો સારા પરિણામ મેળવી શકાય છે.તે ઉપરાંત ગાય નુ ઘી કે પછી પેટ્રોલિયમ જેલી વાળું વેસલિન પણ રાત્રે હોઠ પર લગાવી શકો.
આ સમાચાર પણ વાંચો:ચૂંટણી પરીણામમાં આપ ઉપરાંત સપા, અપક્ષ અને એઆઈએમઆઈના ઉમેદવારોની શું છે સ્થિતિ
ગુલાબની પાંદડીઓને આખી રાત દૂધમાં પલાળી રાખો. સવારે દૂધને ગાળીને પાંદડીઓને પીસી લો.પીસેલી પાંદડીઓમાં એક કે બે ટીપા દૂધ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા હોઠ પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો.પાંખડીઓ બળતરા વિરોધી તત્વોથી ભરપૂર હોય છે, જે ત્વચા સંબંધિત બળતરા ઘટાડવામાં મદદ કરે છે. એલોવેરાનો ટુકડો લો અને તેને અડધા ભાગમાં કાપી લો.તેને ડબ્બીમાં ભરી કોપરેલ સાથે મિક્સ કરી ફ્રિજમાં મૂકી રાખો ને ફાટેલા હોઠ પર લગાવો. દાડમના દાણાનો ભૂકો કરી મલાઈ સાથે મિક્સ કરી લગાવી શકાય. એકલી મલાઈ પણ રાત્રે સુતા પહેલા લગાવી શકાય. તે ઉપરાંત બદામ તેલ, સ્ટ્રોબેરીને ક્રશ કરી વેસલિન સાથે મિક્સ કરી લગાવી શકાય. આ બાબતો ખાસ ધ્યાન માં રાખો કે ગુલાબી હોઠ માટે લિપ બામ પસંદ કરવું જોઈએ જેમાં મહત્તમ હર્બલ ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ઉપરાંત, ખાતરી કરો કે તેમાં એવો કોઈ પદાર્થ નથી કે જેનાથી તમને એલર્જી હોય.