News Continuous Bureau | Mumbai
સ્વસ્થ રહેવા માટે શાકભાજીની સાથે કઠોળનું સેવન કરવું જરૂરી છે. મોટાભાગના ભારતીય ઘરોમાં દરરોજ વિવિધ પ્રકારના કઠોળ બનાવવામાં આવે છે, જેમ કે તુવેર, લીલા મગ, અડદ, મસૂર, ચણા વગેરે. જો કે, તમામ કઠોળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો લીલા મગની દાળનું સેવન કરવાનું પસંદ કરે છે. લીલા મગની દાળમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક છે. તે તમને ડાયાબિટીસથી લઈને બ્લડ પ્રેશર સુધીની ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે મગની દાળ શરીરને કેવી રીતે લાભ આપી શકે છે.
1. ડાયાબિટીસ
લીલા મગની દાળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોવાથી તે બ્લડ સુગરના લેવલને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ છે. મગની દાળ લોહીમાં સુગરને રિલીઝ થતા અટકાવે છે.
2. બ્લડ પ્રેશર
ખરાબ આહાર અને બદલાતી જીવનશૈલીના કારણે આ દિવસોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. વૃદ્ધો તો ઠી છે, આજકાલ યુવાનો પણ આ રોગની ઝપેટમાં આવવા લાગ્યા છે. જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે રોજ મગની દાળનું સેવન કરવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો: કામનું / ડાયાબિટીસના દર્દીને દરરોજ ઊંઘતા પહેલાં કરવું જોઈએ આ 5 કામ, કન્ટ્રોલમાં આવી જશે સુગર
3. હીટ સ્ટ્રોક
ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ ઘણું વધારે હોય છે. એટલા માટે તેનાથી બચવા માટે ખોરાકનું ધ્યાન રાખવું જરૂરી છે. હીટ સ્ટ્રોકના જોખમથી બચવા માટે મગની દાળનું સેવન કરી શકાય છે. કારણ કે તેમાં એન્ટી ઈમ્ફ્લિમેટરી ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે, તે તમને હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરી શકે છે.
4. ગંભીર રોગો સામે બચાવ
મગની દાળમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે. આ જ કારણ છે કે ગંભીર રોગોથી પીડિત લોકોને આ દાળનું જ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. મગની દાળ ખાવાથી અનેક રોગો સામે લડવામાં મદદ મળે છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)