કેળા એ ફળોની યાદી માં આવે છે જે મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. કેળા એક સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક છે, જેના કારણે તેને આખી દુનિયામાં વધુ પસંદ અને ખાવામાં આવે છે. આપણે બધા કેળાના સ્વાસ્થ્ય લાભોથી સારી રીતે વાકેફ છીએ. જો કે, એવા કેટલાક કિસ્સાઓ છે જ્યાં વ્યક્તિઓએ કેળાના સેવન માં સાવધાની રાખવી જોઈએ અથવા તેને સંપૂર્ણપણે ટાળવી જોઈએ.
હાઈ બ્લડ સુગર
કેળામાં કુદરતી રીતે ખાંડની માત્રા વધુ હોય છે, જેના કારણે હાઈ બ્લડ શુગર લેવલ અથવા ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ. જો તેઓ ભાઈ ખાવા માંગતા હોય, તો તેઓએ વધુ પડતા પાકેલા કેળા પણ ટાળવા જોઈએ, જેમાં વધુ ખાંડ હોય છે.
કિડની
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીની સમસ્યા ધરાવતી વ્યક્તિઓ માટે હાનિકારક હોઈ શકે છે, જેમને તેમના શરીરમાંથી વધારાનું પોટેશિયમ બહાર કાઢવામાં તકલીફ પડે છે. આવા લોકોએ કેળાનું સેવન ન કરવું જોઈએ.
કબજિયાત
જે લોકોને વારંવાર પેટ ફૂલવાની અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય, તેમણે કેળાનું સેવન ટાળવું જોઈએ. કેળા કબજિયાતની સમસ્યાને દૂર કરવાને બદલે વધારવાનું કામ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : MI-W Vs DC-W: વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સે લગાવી જીતની હેટ્રિક, દિલ્હીને આઠ વિકેટથી હરાવ્યું
એલર્જી
જે લોકોને કેળાની એલર્જી હોય તેમણે કેળાથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. કેળાની એલર્જી બહુ સામાન્ય નથી, પરંતુ તે શીળસ, સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને એનાફિલેક્સિસ જેવા ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે.
અસ્થમા
અસ્થમાના દર્દીઓએ પણ કેળા ન ખાવા જોઈએ, કારણ કે તેમની સમસ્યા વધુ વધી શકે છે. જે લોકોને અસ્થમા છે, તેમણે ભૂલથી પણ કેળાનું સેવન ન કરવું જોઈએ.
Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.