News Continuous Bureau | Mumbai
ચીનમાં ( China ) લીંબુની ( Lemon ) ખેતી કરનાર ખેડૂતો નો વેપાર બમણો ( increases ) થઇ ગયો છે. કોરોના કેસ વધવાને કારણે રોગપ્રતિકારક શક્તિ મેળવવા લોકો હવે લીંબુનું સેવન કરી રહ્યા છે. એક અખબારી એજન્સીને ઈન્ટરવ્યૂ આપતા સમયે લીંબુની ખેતી કરનાર ખેડૂતે જણાવ્યું હતું કે લોકો હવે કુદરતી ઉપાયો તરફ વળ્યા છે. ગત એક સપ્તાહમાં લીંબુની ડિમાન્ડ ( Demand ) સતત વધી રહી છે. ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત સિચુઆન ખાતે આખા દેશમાં પેદા થતાં લીંબુમાંથી 70% લીંબુ ઉગાડવામાં આવે છે. આથી બધા વેપારીઓએ લીંબુ ખરીદવા માટે આ પ્રાંતમાં દોટ મૂકી છે.
એક સપ્તાહ અગાઉ દૈનિક ધોરણે છ કે સાત ટન જેટલા લીંબુ વેચાઈ રહ્યા હતા. તાજેતરમાં તેનું વેચાણ પ્રતિદિન ૨૦ થી ૩૦ ટન જેટલું થઇ ગયું છે. હવે ખેડૂતો લીંબુની માંગ વધવાને કારણે વેપારીઓની ચેનલને બાયપાસ કરીને લીંબુ વેચવા માટે શહેર પહોંચી રહ્યા છે અને વધુ નફો મેળવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Covid – 19, Corona News : કોવિડ-19નો પ્રકોપ વધ્યો, ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું
વેનના લીંબુની માંગમાં વધારો બેઇજિંગ અને શાંઘાઈ જેવા શહેરોમાંથી આવી રહ્યો છે, જ્યાં લોકો રોગચાળા સામેની તાજેતરની લડાઈમાં તેમની પ્રતિરક્ષા વધારવા માટે વિટામિન સીથી સમૃદ્ધ ખોરાક ખરીદવા માટે દોડી રહ્યા છે.