News Continuous Bureau | Mumbai
Weight Loss Drink: સમગ્ર વિશ્વમાં લગભગ 40 ટકા લોકો સ્થૂળતાથી પીડાય છે. તેનુ મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને અસ્વસ્થ ખાણીપીણી એક કારણ હોય છે. 2023 માં ઘણા લોકોએ વજન ઘટાડવાનો સંકલ્પ લીધો છે. વિશ્વભરમાં એવા ઘણા ફૂડ અને પ્રોડક્ટ છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, જેમ કે પ્રોટીન શેક, સ્મૂધી, જ્યુસ, ચા વગેરે. આ ઉપરાંત, ઘણા ફળો, શાકભાજી અને બીજ વિટામિન્સ, એન્ટીઓકિસડન્ટ અને અન્ય સંયોજનોથી સમૃદ્ધ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
તંદુરસ્ત રીતે વજન ઘટાડવા માટે યોગ્ય પોષક તત્વોને જાણવું અને મિક્ષ કરવું મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, એક ખાસ પ્રકારનું પીણું તમારું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. અમે તમારા માટે લીંબુ અને ચિયા સીડ્સથી બનેલું વજન ઘટાડવાનું અસરકારક પીણું લઈને આવ્યા છીએ જેનું સેવન દરરોજ સવારે વજન ઘટાડવા માટે કરી શકાય છે.
આ ખાસ ડ્રિંકના ઈન્ગ્રેડિએન્ટ
2 મોટા ચમ્મચ ચિયા સીડ્સ
1/2 લીંબુનો રસ
એક ગ્લાસ ગરમ પાણી
1 મોટું ચમ્મચ મધ
આ સમાચાર પણ વાંચો: “દુનિયામાં ગર્જના કરે છે હિન્દુસ્તાન અને ભીખ માંગે છે પાકિસ્તાન”: શાહબાઝ શરીફ પર ભડક્યા પૂર્વ PM
ડ્રિંક બનાવવાની રીત
ચિયાના સીડ્સને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. પલાળેલા સીડ્સને એક ગ્લાસમાં નાંખો અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો. પછી ગ્લાસમાં ગરમ પાણી અને એક ચમચી મધ નાખો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને પી લો. આ પીણાના શ્રેષ્ઠ પરિણામો માટે તેને દરરોજ સવારે ખાલી પેટ પીવો.
લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જે તમને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી પણ હોય છે જે ફેટ સેલ્સથી કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ચિયાના સીડ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને વધારે ખાવાથી બચાવે છે. તે પરોક્ષ રીતે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
Note:- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી..