News Continuous Bureau | Mumbai
Fruits For Strong Muscles: સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેમાં SRKની બોડી બિલ્ડિંગ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. કોણ સ્ટ્રોન્ગ મસ્લસ મેળવવા માગતું નથી, પરંતુ દરેક જણ તેને પ્રાપ્ત નથી કરી શકતા. બોડી બિલ્ડિંગ માટે, આપણને તંદુરસ્ત ખોરાક અને ભારે વર્કઆઉટની જરૂર પડે છે. જીમમાં પરસેવો પાડ્યા વિના આ કરવું લગભગ અશક્ય છે. જો કે, તેના માટે તમે અમુક પ્રકારના ફળ ખાઈ શકો છો.
સ્ટ્રોન્ગ મસલ્સ માટે ખાવો આ ફળ
સફરજન (Apple)
કહેવાય છે કે ‘રોજ એક સફરજન ખાવામાં આવે તો ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પડતી’, આ ફળ શરીરના સર્વાંગી વિકાસમાં મદદરૂપ છે. જિમ ટ્રેનર્સ વર્કઆઉટ પહેલાં સફરજન ખાવાની ભલામણ કરે છે કારણ કે તે સ્નાયુઓને મજબૂત બનાવે છે.
તરબૂચ (Watermelon)
ઉનાળામાં તરબૂચ ખાવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તરબૂચ ખાવાથી નસોમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને મસલ્સની ગ્રોથ પણ સારી રીતે થાય છે.
આ સમાચાર પણ વાંચો: શાકભાજી અને રોટલી ખાવાથી કંટાળી ગયા છો, ઘરે જ બનાવો સરળ રીતે મસાલા પરાઠા
એવોકાડો (Avocado)
એવોકાડો એક એવું ફળ છે જેને ફાઈબરનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે, તેના સેવનથી માંસપેશીઓ ટોન થઈ જાય છે. એવોકાડો ખાવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેમાંથી સલાડ બનાવવો.
દ્રાક્ષ (Grapes)
ભારતના લોકો દ્રાક્ષને ખૂબ જ શોખથી ખાવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીર માટે ફાયદાકારક હોય છે અને સ્નાયુઓના વિકાસમાં પણ મદદ કરે છે. તેથી જ રોજિંદા આહારમાં દ્રાક્ષનો ચોક્કસપણે સમાવેશ કરો.
ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)
ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) માં ફિનોલિક એસિડ, એન્ટિઓક્સિડન્ટ્સ, ફ્લેવોનોઇડ્સ, એસ્કોર્બિક એસિડ અને ફાઇબર જેવા પોષક તત્વો મળી આવે છે. ભારતમાં તેને ‘કમલમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ ભલે મોંઘું હોય, પરંતુ જો તેને નિયમિત ખાવામાં આવે તો માંસપેશીઓ મજબૂત કરે છે.
આ સમાચાર પણ વાંચો: આ છે ફેબ્રુઆરી મહિનાની સૌથી કમનસીબ રાશિઓ, દરેક પગલા પર દુર્ભાગ્ય તમારી સાથે રહેશે
Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. . . . . .