News Continuous Bureau | Mumbai
સ્વાદમાં ખાટા મીઠા એવા બોર ને કોણ નથી ઓળખતું! બાળપણમાં બોર ખાવાની મજા માણવાથી ભાગ્યે જ કોઈ વંચિત હશે. હજુ યાદ છે કે પેપર ના કટીંગમાં બોર ઉપર મરચું અને મીઠું નાખીને કેવા ખાતા હતા. ‘બોર ‘ કે જેને સુગર એપલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોસમી ફળ છે. આ ફળ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. ભારતમાં જોવા મળતા બોરનું બોટનિકલ નામ ‘ઝિઝિફસ મોરિસિયાના’ છે. બોર ખાવાના ફાયદા : રોગપ્રતિકારક શક્તિ વધારવા,વજન નિયંત્રણ માટે,હાડકા મજબૂત કરે, રક્ત પ્રવાહ રાખે, કેન્સરથી બચવા, અનિદ્રા દૂર કરે છે. જેમાં લીલા બોરનો સ્વાદ મીઠા સફરજન જેવો હોય છે ને સૂકા બોરનો સ્વાદ ખજૂરના ફળ જેવો લાગે છે. તેમાં કેલ્શિયમ હોવાથી દાંત પણ મજબૂત કરે છે. આ ફળ વિટામિન અને ખનિજોથી ભરપૂર છે. તેમાં વિટામીન K, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેટલાક કાર્બનિક એસિડ પણ જોવા મળે છે. બોર ની અસરો ઠંડી છે. એટલા માટે તે પિત્તનો નાશ કરે છે. બોર માં અમુક માત્રામાં ફોસ્ફરસ હોય છે. ડાયાબિટીસ, વાયુ તેમજ પેટમાં દુખાવા વાળા વ્યક્તિઓ એ બોરનું સેવન ટાળવું જોઈએ. તેથી જ કહેવાય છે ને કે શબરી ના બોર સખી… શ્રી રામ ને તો ભાવતા એઠા ને મીઠાં શબરીના બોર… આયુર્વેદમાં દવા તરીકે ને ભગવાનના યુગથી ખવાતા આવ્યા છે આ બોર
આ સમાચાર પણ વાંચો: ગરમ કેસર-હળદરવાળું દૂધ શરદીને તરત જ દૂર કરશે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
Join Our WhatsApp Community