503
Join Our WhatsApp Community
Health tips : સ્ટ્રોબેરી (Strawberry) મિલ્કશેક (Milk shake) અથવા જ્યુસ બનાવો અને પીવો. સ્વાદ માટે બરફ અને ખાંડ ઉમેરો. તેને કેળા જેવા અલગ અલગ ફળો સાથે આરોગી શકાય તો વધુ સારું.
સ્ટ્રોબેરીની અધિક માત્રાના સેવનથી બચવું જરૂરી છે:
એક દિવસમાં મોટી સાઈઝની ચાર ને નાની સાઈઝની છ સ્ટ્રોબેરી ખાવી જોઈએ. વજન ઘટાડવા માટે એક દિવસની બે થી ત્રણ સ્ટ્રોબેરી ખાઈ શકાય છે.
સ્ટ્રોબેરીમાં વિટામિન સી અને મેલાટોનિન બંને તંદુરસ્ત (health) બનાવી ઊંઘને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, નેશનલ સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, સ્ટ્રોબેરીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઊંઘની વિકૃતિઓને કારણે થતા ઓક્સિડેટીવ તણાવનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Blue Tea Benefits: ઘરે જ બનાવો ‘બ્લુ ટી’, ફાયદા જાણ્યા પછી તમે ભૂલી જશો ચા-કોફી..
સ્ટ્રોબેરી ખાતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, તેથી વધુ પડતા વપરાશથી ઝાડા, ગેસ અને ખેંચાણ પણ થઈ શકે છે. સ્ટ્રોબેરીમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી જોવા મળે છે. તેના વધુ પડતા સેવનથી તમારા પેટમાં ખેંચાણ આવી શકે છે.
સ્ટ્રોબેરી તે કેટલી મીઠી અને સ્વાદિષ્ટ છે. એક કપ કાચી સ્ટ્રોબેરીમાં લગભગ ૭ ગ્રામ ખાંડ અને વિટામિન સી નો ૧૦૦% થી વધુ સમાવેશ થાય છે.