News Continuous Bureau | Mumbai
કેટલાક લોકો એવા પણ હોય છે, જે પરસ્પરની બોલાચાલીની વાતોને દિલોદિમાગ પર લઇ લે છે. પરસ્પરના વિવાદ વખતે આવા લોકો જવાબ આપતા નથી પરંતુ સાંજે ઘરે પહોંચી ગયા બાદ કલાકો સુધી એ બાબતોને લઇને સતત વિચારતા રહે છે, જે બાબતો વિવાદ દરમિયાન કહેવા માંગતા હતા પરંતુ કહી શક્યા ન હતા. પરસ્પરના વિવાદ અથવા તો બોલાચાલીમાં ક્યાં ખોટા હતા તે અંગે સતત વિચારતા રહે છે. લાખ પ્રયાસો છતાં આ પ્રકારનાં વિચારો સતત મગજમાં આવતા રહે છે. આ પ્રકારનાં વિચારોને રોકવામાં સફળતા મળતી નથી. આવા વિચારોને નહીં રોકી શકવાની પ્રવૃતિને રૂમિનેટિંગ અથવા તો એક પ્રકારની ચિંતાની જાળ તરીકે કહેવામાં આવે છે.જ્યારે તમારી ચિંતાની એક પ્રકારની જાળ દ૨૨ોજની જવાબદારીને અસર કરવા લાગે ત્યારે સમજી લેવાની જરૂર હોય છે કે તમે આનો શિકાર થઇ ગયો છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. અભ્યાસ મુજબ અમેરિકાનાં ડો. ટ્રેસી માર્ક્સ માને છે કે, આ કોઇ ખરાબ માનસિક સ્થિતિ નથી, પરંતુ તેના કરતા પણ મોટી સમસ્યા છે. ચિંતાની પોતાની ક્ષમતા હોય છે. જો મગજમાં બ્રેક કન્ટ્રોલ બહાર થઇ જાય તો તે રેડ એલર્ટ છે.
આ સમાચાર પણ વાંચો : Health Tips: શું તમને પેટના બળ પર સૂવાની આદત છે? તેનાથી મોટું નુકસાન થઈ શકે છે
જ્યાં સુધી સ્ટ્રેસફૂલ ન બને ત્યાં સુધી ચિંતન ખરાબ નથી. હાલત ખરાબ હોવાની સ્થિતિમાં તે અન્ય પ્રકારની બીમારીઓ સર્જી શકે છે.જેથી ઓવરથિંકિંગ જો કાબૂમાં ન રહે તો ચોક્કસપણે થેરાપી લેવાની જરૂર છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં તમે જ્યાં છો તે પળો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. . .
Join Our WhatsApp Community