China Protest: ચીનમાં ઠેર ઠેર વિરોધ વંટોળ, લોકડાઉનની વિરુદ્ધમાં શાંઘાઈથી બેઈજિંગ સુધી ગુસ્સો, જિનપિંગ માટે પડકાર

ચીનની સરકારની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. લોકોની ધીરજનો ખૂટી રહી છે. હવે લોકો ઝીરો કોવિડ પોલિસી સામે રસ્તાઓ પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai
Chinese Protest Against Lockdown: એક તરફ ચીન (China) માં કોરોના (Corona case) ના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઝીરો કોવિડ પોલિસી સામે ચીની નાગરિકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. આ જ કારણ છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી ચીનના વિવિધ પ્રાંતોમાં લોકો રસ્તા પર આવવા લાગ્યા (Protest) છે. ચીનની રાજધાની બેઇજિંગ(Bieging) માં લોકડાઉન વિરોધી રેલીમાં નાગરિકો ભાગ લઇ રહ્યાં છે. રેલીમાં લોકો ચીની સરકારના કઠોર કોવિડ-19 પ્રતિબંધો (corona regulation)  સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે.

એએફપીના અહેવાલો અનુસાર, રવિવારના દિવસે થોડા જ કલાકોમાં લિયાંગમા નદીના કિનારે સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા, જેમાંથી ઘણા લોકો પાસે વિરોધ પ્રદર્શન ના પ્લે કાર્ડ હતા. અનેક લોકો નાની કામચલાઉ વેદી પર મીણબત્તીઓ પ્રગટાવતા હતા, જ્યાં ફૂલોના ગુલદસ્તા પણ મૂકવામાં આવ્યા હતા. અહીં ઉરુમકી આગમાં માર્યા ગયેલા પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  આર્ટિફિશયલ ઈંટેલિજન્સ નો કમાલ! હવે મનુષ્ય પ્રાણીઓ સાથે પણ વાત કરી શકશે

ઉરુમકીમાં ઘટના બાદ પ્રદર્શન

શિનજિયાંગના પશ્ચિમી ક્ષેત્રની રાજધાની ઉરુમકીમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આ પછી સમગ્ર શાંઘાઈ અને બેઈજિંગમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. નાગરિકો માને છે કે કડક લોકડાઉનના કારણે જ આ મૃત્યુ થયા છે, કારણ કે તેમને જરૂરી સમયે ઇમરજન્સી સેવાઓનો લાભ મળ્યો નથી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment