News Continuous Bureau | Mumbai
side effect almond: બદામ (Almond) ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે, જે સ્વાસ્થ્યને લાભ આપે છે. બદામમાં વિટામિન, પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
બદામ ખાવી સ્વાસ્થ્ય (health) માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે, જે સ્વાસ્થ્યને લાભ આપે છે. બદામમાં વિટામિન, પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
side effect almond: કિડની સ્ટોન
બદામ ખાવાથી કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે. તેમાં ઓક્સાલેટ સારી માત્રામાં હોય છે, જે કિડનીમાં જમા થાય છે અને પથરીનું જોખમ વધારે છે. જો તમારા પેટમાં પથરી છે તો બદામ ખાવાથી (Side effect) તે વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Astro Tips: આ ખાસ નિયમો ઘરમાં રોટલી બનાવવા સાથે પણ જોડાયેલા છે, આ 5 પ્રસંગે ભૂલથી પણ રોટલી ન બનાવો
side effect almond: એલર્જીનું કારણ
બદામથી એલર્જી થઈ શકે છે. બદામમાં અમાન્ડાઈન (Amandine) નામનું પ્રોટીન હોય છે, જે એલર્જીનું કારણ બને છે. બદામ ખાવાથી એલર્જીની સમસ્યા વધી શકે છે.
side effect almond: પાચનમાં સમસ્યા
બદામ પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુ પડતી બદામ ખાવાથી અપચો અને કબજિયાતની પરેશાની થઈ શકે છે. પાચનમાં સમસ્યા હોય તો બદામ ખાવાનું ટાળવું જોઈએ.
side effect almond: શ્વસન સંબંધી સમસ્યા
બદામમાં હાઈડ્રોસાયનિક એસિડ હોય છે જે શ્વાસની તકલીફનું કારણ બની શકે છે. જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વધુ પડતી બદામ ખાવાથી નુકસાન થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Birth Certificate : હવે ‘આ’ નોકરીઓ માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત, કેન્દ્ર સરકાર લેશે મોટો નિર્ણય
side effect almond: બદામ ખાવાની રીત
ઘણા લોકો બદામની છાલ કાઢીને ખાય છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. બદામની છાલમાં પોલીફેનોલ્સ અને ફાઈબર હોય છે. બદામનું પોષણ છાલ વિના અધૂરું છે.
ઉલ્લેખનીય છે કે બદામ ડ્રાયફ્રૂટના રાજા કહેવાય છે. ડ્રાયફ્રૂટમાં વિટામિન, પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બાળકોને શરૂઆતથી જ બદામ આપવા જોઈએ, જેથી તેમનામાં વિટામિન્સ, પ્રોટિનની અછત ન સર્જાય. મોટી ઉંમરના લોકોને પણ બદામ ખાવવા જોઈએ. જોકે કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે છે. જેથી હોસ્પિટલના મોટા-મોટા બિલ ચુકવવા પડે છે. તે સ્વાસ્થ્ય તથા આર્થિક રીતે પણ નબળાં કરી શકે છે.