અમેરિકામાં વપરાતું એક સ્વીટનર એડવાન્ટેમ ખાંડ ( Sugar ) કરતાં 20 હજાર ગણુ ગળ્યું હોય છે. ખાંડ ઓછી લેવા કે ન ખાવા પાછળ ૩ સૌથી મોટા કારણ છે વજન વધવું, ડાયાબિટીસ ( Diabetes ) અને ટૂથ ડિકેની સમસ્યા. ઈન્ટરનેશનલ સ્વીટનર્સ એસોસિએશનની એક વેબસાઈટ અનુસાર ડાયાબિટીસના પેશન્ટ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે કેમ કે એવું મનાય છે કે તેની બ્લડ શુગર ( Blood Sugar ) લેવલ પર કોઇ અસર થતી નથી. વજન ઘટાડવા ( Weight loss ) માટે લોકો શુગર-ફ્રી સ્વીટનર્સ લે છે કેમ કે તેમાં કેલોરી નથી હોતી. જ્યારે ખાંડથી વિપરિત તેનાથી ટૂથ ડિકેની તકલીફ પણ થતી નથી. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વધારે સ્વીટનર્સ ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીના કારણ બની શકે છે. સાથે જ વજન પણ વધે છે. જ્યારે સ્ટેવિયા નામના સ્વીટનરને રોજ ખાવાથી બાળકોના દાંત ખરાબ થવાનું જોખમ રહે છે.
વહેતી નાકથી છૂટકારો અપાવશે આ ટેસ્ટી સૂપ, છાતી અને ગળામાં પણ મળશે રાહત
જે બાળકો રોજ 250 મિ.લી.થી વધુ શુગર ફ્રી સ્વીટનરવાળા ડ્રિંક્સ પીએ છે તેમનામાં દાંતમાં દુખાવાની શક્યતા અન્ય બાળકોની વધુ રહે છે. ડબ્લ્યુએચઓના ડ્રાફ્ટ ગાઈડન્સમાં કહેવાયું છે કે શુગર ફ્રી સ્વીટનર વજન ઘટાડવા, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ કે એક દર્દીથી બીજામાં ફેલાતી બીમારીઓના ખતરાને ઘટાડવા માટે ઉપયોગમાં ન લેવા જોઇએ. તેના ઉપયોગથી વિપરિત અસર થાય છે.
Join Our WhatsApp Community