News Continuous Bureau | Mumbai
‘હેલ્થ ઇઝ ઈમ્પોર્ટન્ટ ‘ આજના સમયમાં અસંતુલિત આહારના કારણે સ્થૂળતાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જો તમે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ જેવી ખતરનાક બીમારીઓથી બચવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારા આહારમાંથી તૈલી, મસાલેદાર અને જંક ફૂડને સંપૂર્ણપણે બાકાત રાખો. ખાંડ અને મીઠાની માત્રા પણ ઓછી કરો. સાદો ખોરાક લો, જે માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખે છે, અને સૌથી મહત્ત્વની બાબતોમાંની એક એ છે કે ખાવાનો સમય નક્કી કરો. સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા શું ખાવું જોઈએ? ખાલી પેટમાં ખાવા માટે શ્રેષ્ઠ ખોરાક નક્કી કરો. સૂકા મેવાનું સેવન સવારે ખાલી પેટે કરવું ખૂબ જ ફાયદાકારક છે.અમુક ફળોના જ્યુસ લઈ શકાય. દૂધ પી શકાય જો દૂધમાં ચપટી હળદર મિક્સ કરી હુંફાળું ગરમ કરી પીવામાં આવે તો શિયાળામાં લાભદાયી નીવડશે, તજનું સેવન કરો. આખા દિવસમાં ઓછામાં ઓછું ૬ થી ૮ ગ્લાસ પાણી પીવો. હૂંફાળું પાણી પીવું વધુ ફાયદાકારક છે.
આ સમાચાર પણ વાંચો:FIFA WC 2022: આ 8 ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જાણો આગામી રાઉન્ડમાં કોના વચ્ચે થશે મુકાબલો
Join Our WhatsApp Community