News Continuous Bureau | Mumbai
Petroleum Jelly Uses: પેટ્રોલિયમ જેલી (petroleum jelly) ખૂબ જ કામની છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે હાથ, પગ અને હોઠની સ્કીનને ફાટવાથી બચાવવા માટે થાય છે. ઘણા લોકો પેટ્રોલિયમ જેલી (petroleum jelly) નો ઉપયોગ મોઈશ્ચરાઈઝર તરીકે કરે છે. માત્ર બ્યૂટી જ નહીં, પેટ્રોલિયમ જેલી (petroleum jelly) ના બીજા પણ ઘણા ઉપયોગો છે. ચાલો જાણીએ કે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કયા કામમાં કરી શકાય છે.
કાચના સ્ક્રેચ દૂર કરો
કાચ જૂના થવા પર સ્ક્રેચ આવી જાય છે અને મોં સ્પષ્ટ દેખાતું નથી. આવા કાચ પર પેટ્રોલિયમ જેલી (petroleum jelly) લગાવો. પછી કાગળ વડે સાફ કરો. આ રીતે 2-3 વાર સાફ કર્યા પછી કાચના સ્ક્રેચ દૂર થઈ જશે.
આઈબ્રોને વધારો
આઈબ્રો પર પેટ્રોલિયમ જેલી લગાવવાથી આઈબ્રોના વાળ ખરતા બંધ થઈ જાય છે. ડ્રાયનેસને કારણે ભમરના વાળ ખરી શકે છે. પેટ્રોલિયમ જેલી (petroleum jelly) થી વાળ મોઇશ્ચરાઇઝ્ડ અને શાઈન થઈ જશે.
આ સમાચાર પણ વાંચો: શું આ વખતે માધવસિંહનો 149 સીટોનો રેકોર્ડ તૂટશે, BJP ચાલી રહી છે આગળ, જાણો કેટલી સીટોથી આગળ
પરફ્યૂમની નહીં ઉડે ખુશબુ
ઘણા પરફ્યુમની સુગંધ ઝડપથી ઉડી જાય છે. જો તમે પરફ્યુમને લોન્ગલાસ્ટિંગ બનાવવા માંગતા હોવ તો જ્યાં પરફ્યુમ લગાવવાનું હોય ત્યાં પેટ્રોલિયમ જેલી (petroleum jelly) લગાવો. જેના કારણે આખો દિવસ સુગંધ ટકેલી રહેશે.
વાળ રિપેર કરે છે
પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ બે મોંઢાના વાળને ઠીક કરવા માટે કરી શકાય છે. વિભાજિત છેડા પર પેટ્રોલિયમ જેલી (petroleum jelly) લગાવવાથી આવા ડેમેજ વાળ મોઈશ્ચરાઈઝ થાય છે અને ઠીક થઈ જાય છે.
શૂઝ ચમકાવો
શૂઝને પોલિશ કરવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકાય છે. પેટ્રોલિયમ જેલી (petroleum jelly) ને બ્રશમાં લઈને શૂઝ પર લગાવો, શૂઝ પર ચમક આવશે.
ઉલ્લેખનીય છે કે શિયાળાની સિઝનમાં પેટ્રોલિયમ જેલી (petroleum jelly) ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હાથ, પગ, હોંઠ ફાટવા પર પેટ્રોલિયમ જેલીના ઉપયોગ કરી ફાટતા બચાવી શકાય છે. તે સિવાય પેટ્રોલિયમ જેલી (petroleum jelly) ની મદદથી અન્ય કામો પણ સરળ થઈ જાય છે.
Join Our WhatsApp Community