News Continuous Bureau | Mumbai
અમદાવાદ શહેરની એક કોર્પોરેટ હોસ્પિટલમાં 19 એપ્રિલે ‘વર્લ્ડ લિવર ડે’ સંદર્ભમાં યોજાયેલી કોન્ફરન્સમાં રાજ્યના 100થી વધુ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ- લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જને ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું કે, કોવિડ બાદ લિવરની બીમારી ધરાવતાં લોકોમાં લિવર ફેલ્યોરની તકલીફમાં ત્રણ ગણી વધી છે. એપોલો હોસ્પિટલના હિપેટોલોજિસ્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. પથિક પરીખ જણાવે છે કે, કોવિડપછી જે લોકોને લિવરની સામાન્ય તકલીફ હતી, અને 5થી 7 વર્ષ પછી લિવર ફેલ્યોર થવાની શક્યતા હતી.
આ સમાચાર પણ વાંચો:પ્રાણી પ્રેમીઓ આનંદો: રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અલગ-અલગ ૨૮ પ્રકારના પ્રાણીઓને લાવવામાં આવ્યા
તેવા દર્દીઓને કોવિડ થયા બાદ લિવર ખરાબ થવાની પ્રક્રિયા ઝડપી બની છે, જેથી દર્દીમાં લિવર ફેલ્યોરના લક્ષણો જોવા મળી રહ્યાં છે. એટલે કે કાવિડ પહેલાં લિવરની સામાન્ય તકલીફથી પીડાતા 10માંથી દર્દીનું લિવર ફેલ્યોર થતું હતું, જે સંખ્યા કોવીડ બાદ વધીને 10માંથી 3 વ્યક્તિમાં જોવા મળી રહ્યું છે. એટલે કે ત્રણ ગણો વધારો થયો તેવું કહી શકાય. આવા દર્દીને લિવર ફેલ્યોર થયાં બાદ લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં લિવર કેન્સરની સારવારની પદ્ધતિ ક્ષેત્રે થયેલાં વિકાસને કારણે લિવર કેન્સરની સારવારમાં ઇમ્યુનોથેરાપી અને રેડિયોથેરાપીથી દર્દીની સારવાર વધુ ઉત્કૃષ્ઠ બનવાની સાથે સારા પરિણામો પ્રાપ્ત થયાં છે. નિષ્ણાત ડોક્ટરોએ લિવર સંબંધિત બીમારીઓથી બચવા માટે પૂરતી તકેદારી રાખવાનું સૂચન કર્યું હતું.