News Continuous Bureau | Mumbai
યોગદિનના વિશ્વરેકોર્ડમાં યોગદાન આપવા આવેલા વેસુ વિસ્તારના ૬૭ વર્ષીય યોગા ટ્રેનર અનુરાધા ગાંધી છેલ્લા ૩૦ વર્ષથી યોગ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. તેઓ જણાવે છે કે, શરીરને સ્વસ્થ રાખવા યોગ જરૂરી છે, પરંતુ યોગાભ્યાસની નિયમિતતા કેળવવી વધુ આવશ્યક છે. યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરવું તે જ ખરા અર્થમાં યોગ દિવસની સાચી ઉજવણી ગણાશે.
યોગના ફાયદા વિશે વાત કરતાં કહ્યું કે, યોગાસનોનો સહુથી મોટો ગુણ એ છે કે તે સહજ સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વૈજ્ઞાનિક અને પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન તો કંઇ વિશેષ ગુમાવવાનું છે, કે ન તો આવશ્યકતા છે કોઇ વધારે સાધન-સામગ્રીની. આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચવાની ક્રિયાઓ કરવી પડે છે, ત્યાં બીજી તરફ તણાવ-ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે. જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં વ્યય થયેલી શક્તિ પરત મળે છે. શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે.
આ સમાચાર પણ વાંચો: Rain in Rajasthan : રાજસ્થાનના અજમેરમાં ધોધમાર વરસાદ બાદ સામે આવ્યા ભયાનક દ્રશ્યો! વીડિયો થયો વાયરલ
તેમણે વધુમાં કહ્યું કે, ચહેરાની સાચી સુંદરતા અને દીર્ઘાયુ માટે સૌથી સસ્તી અને અસરકારક દવા યોગ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પહેલના કારણે દેશના કરોડો નાગરિકોને યોગસાધનાની પ્રેરણા મળી છે.