News Continuous Bureau | Mumbai
આજે બહાદુર દેશભક્ત ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. આજે તે દિવસ છે જ્યારે માતૃભૂમિ માટે ચંદ્રશેખરએ તેમના પ્રાણોની આહુતિ આપી હતી. 27 ફેબ્રુઆરી 1931માં ઈલાહબાદના એલફેડ પાર્કમાં અંગ્રેજોના એકલા સામનો કર્યા પછી ચંદ્રશેખર આઝાદએ પોતાને ગોળી મારી લીધી હતી.
આઝાદનો જન્મ 23 જુલાઈ, 1906ના રોજ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં થયો હતો. શિક્ષણ મેળવવા તેઓ વારાણસી ગયા અને 1921માં બનારસના સત્યાગ્રહ આંદોલનથી તેમનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું. તમને જણાવીએ કે ચંદ્રશેખર આખાદના ક્રાંતિકારી વિચારો હતા અને આ કારણે તે તે સમતે તેણે આઝાદીની જંગમાં તેમનો ફાળો આપ્યો હતો. અંગ્રેજ સરકાર તેમને ક્યારેય પકડી શકી નહીં. કાકોરી ઘટનાના વડા ચંદ્રશેખર આઝાદનું નામ ભારતના સ્વતંત્ર ઈતિહાસમાં કોઈ પરિચયની જરૂર નથી.
ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા નાયકોએ દેશની આઝાદી માટે લડત આપી હતી. તેઓ 15-16 વર્ષની વયે સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા. જ્યારે તેમને પહેલીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મેજીસ્ટ્રેટે જ્યારે તેનું નામ, પિતાનું નામ અને ઘરનું સરનામું પૂછ્યું તો જવાબમાં ચંદ્રશેખરે આઝાદ બતાવ્યું. મારું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને ઘરનું સરનામું જેલ. ચંદ્રશેખરનો જવાબ સાંભળ્યા બાદ મેજીસ્ટ્રેટ પણ ચોંકી ગયા. મેજીસ્ટ્રેટે ચંદ્રશેખરને 15 દિવસની જેલની સજા સંભળાવી. જેલમાં અંગ્રેજોએ તેમના પર અત્યાચાર કર્યો. જેલથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે લોકોએ ફૂલ હારથી તેમનું સ્વાગત કર્યું. વર્તમાન પત્રમાં હેડલાઈન છપાય અને ત્યારથી તેમનું નામ આઝાદ પડી ગયું.
આ સમાચાર પણ વાંચો : આવું તે કેવું? 512 કિલો ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને માત્ર 2 રૂપિયાની જ કમાણી, જાણો આખો મામલો
સૌ કોઈ જાણે છે કે આઝાદે ખૂદને એટલા માટે ગોળી મારી હતી કે અંગ્રેજો તેમને જીવીત ન પકડી શકે. અંગ્રેજો તેમની પાછળ હાથ ધોઈને પડી ગયા હતા. ઘણા પ્રયત્નો કરી ચૂકેલા આઝાદને સરકાર પકડવા માટે ખૂબ આતુર હતી. ઘણી મહેનત કરી, પણ અંગ્રેજો આઝાદને જીવતા ન પકડી શક્યા. 27 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે જ 1931ની સાલમાં આઝાદ પ્રયાગના આલ્ફ્રેડ પાર્કમાં છૂપાયેલા હતા. મીટીંગ માટે તે પોતાના અન્ય મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. તેમના એક સાથીએ ગદ્દારી કરી અને બ્રિટિશર્સને આઝાદ વિશેની માહિતી આપી દીધી. પોલીસે પાર્ક ઘેરી લીધો અને ફાયરિંગ થવા લાગી. આઝાદ પાસે પણ પિસ્તોલ હતી અને ગણતરીની ગોળીઓ હતી. અંતમાં જ્યારે પિસ્તોલમાં એક માત્ર ગોળી બચી ત્યારે તેમણે ખૂદને ગોળી મારી લીધી. અને હું જીવતો કોઈ દિવસ પકડાઈશ નહીં તે પોતાને જ કરેલો વાયદો પૂર્ણ કર્યો. મરતા મરતા તેમણે એક શેર પણ બોલ્યો હતો.
दुश्मन की गोलियों का हम सामना करेंगे,
आज़ाद ही रहे हैं, आज़ाद ही रहेंगे.