News Continuous Bureau | Mumbai
આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રીનો ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે, જે 24 માર્ચ, 2023 એટલે આજે છે. માતા ચંદ્રઘંટા ભયથી મુક્તિનું વરદાન આપે છે અને સાથે જ તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. માતાની પૂજા કરવાથી તમારા મંગળ દોષ પણ દૂર થાય છે. મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સચોટ પ્રયોગો કયા છે. મા ચંદ્રઘંટાના આ સ્વરૂપનો શું છે વિશેષ મહિમા, કેવી રીતે માની પૂજા કરવી, પૂજા વિધિ શું છે? આ વિશે જાણો.
કંઇક આવું છે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ
માં ચંદ્રઘંટાને આ વિશ્વમાં ન્યાય અને શિસ્તની દેવી માનવામાં આવે છે. તેઓ માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે. ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી દેવીએ તેમના કપાળ પર અર્ધ ચંદ્ર લગાવવાનું શરૂ કર્યું હતું. તેથી જ દેવી પાર્વતીને મા ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. દેવી ચંદ્રઘંટા સિંહ પર સવારી કરે છે જે ધર્મનું પ્રતિક છે. તેમને દસ હાથ અને ત્રણ આંખો છે. મા ચંદ્રઘંટાના શરીરનો રંગ તેજસ્વી સોનેરી છે. તેમણે એક હાથમાં અનેક શસ્ત્રો જેવા કે ત્રિશુલ, ગદા, તલવાર, બાણ-ધનુષ્ય, કંડલ અને બીજા હાથમાં કમળનું ફૂલ અને જપમાળા ધારણ કરી છે. તેમના કપાળ પર ઘંટ આકારમાં ચંદ્ર છે. તેનો પાંચમો ડાબો હાથ વરદ મુદ્રામાં છે અને પાંચમો જમણો હાથ અભય મુદ્રામાં છે.
આ સમાચાર પણ વાંચો : How To Cure Acidity: આ ઘરગથ્થુ ઉપચાર વડે એસિડિટીને બાય બાય કહો, પછી જુઓ કમાલ….
મા ચંદ્રઘંટા પૂજા મુહૂર્ત
ચૈત્ર શુક્લ તૃતીયા તિથિ ગુરુવાર, 23 માર્ચે સાંજે 06:20 વાગ્યે શરૂ થઈ છે અને શુક્રવાર સુધી એટલે કે આજે, 24 માર્ચ, 2023 સાંજે 04:59 વાગ્યે ચાલુ રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:21 થી 01:22 સુધી રહેશે અને અભિજીત મુહૂર્ત બપોરે 12:03 થી 12:52 સુધી રહેશે. રવિ યોગ 25 માર્ચ, 2023 ના રોજ બપોરે 01.22 થી સવારે 06.20 સુધી છે. આ દરમિયાન તમે મા ચંદ્રઘંટાની પૂજા કરી શકો છો. આ દિવસે માતા ચંદ્રઘંટાને પ્રસાદ તરીકે ગાયના દૂધમાંથી બનેલી ખીર અર્પિત કરવાથી વ્યક્તિ તમામ અવરોધોમાંથી મુક્તિ મેળવે છે.
માતા ચંદ્રઘંટા પૂજા વિધિ
નવરાત્રિના ત્રીજા દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ત્યારપછી પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો અને શાંત અને સાચા હૃદયથી મા ચંદ્રઘંટાને વિનંતી કરો અને માતાને દૂધ, દહીં, ઘી, અત્તર અને મધ વગેરેથી સ્નાન કરાવો. ત્યારબાદ માતાને ફળ, ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર, ચંદન, ખાંડ, સોપારી, લવિંગ, એલચી વગેરે અર્પિત કરો અને પાંચ ઘીનો દીવો પ્રગટાવો. મા ચંદ્રઘંટા ને ભોગ અર્પણ કર્યા પછી, હાથમાં એક સફેદ ફૂલ લો અને મા બ્રહ્મચારિણી માટે “ઓમ ઐં નમઃ” મંત્રનો જાપ કરો. આ પછી આરતી કરો.
મા ચંદ્રઘંટાનો મંત્ર
બીજ મંત્ર : ऐं श्रीं शक्तयै नमः
પૂજા મંત્ર : ओम देवी चन्द्रघण्टायै नमः
સ્તુતિ મંત્ર : या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।