ચૈત્ર નવરાત્રી : આજે 25 માર્ચ ચૈત્ર નવરાત્રી નો ચોથો દિવસ છે. નવરાત્રિના ચોથા દિવસે, મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના તમામ સ્વરૂપોમાં માતા કુષ્માંડાનું સ્વરૂપ ખૂબ જ અદભૂત છે. મા કુષ્માંડા સૂર્યની જેમ તેજસ્વી છે. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડાએ જ બ્રહ્માંડની રચના કરી હતી. એટલે કે દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. મા કુષ્માંડા તેજની દેવી છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ખ્યાતિ, શક્તિ અને બુદ્ધિ વધે છે. ચાલો જાણીએ મા કુષ્માંડાની પૂજા પદ્ધતિ અને મંત્ર.
આવું છે મા કુષ્માંડાનું સ્વરૂપ
મા કુષ્માંડા નવ દેવીઓમાંથી ચોથો અવતાર માનવામાં આવે છે. કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમની આઠ ભુજાઓ હોય છે. જેને કારણે તેમને અષ્ઠભુજાના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે માંના એક હાથમાં જપમાળા હોય છે. જે બધી સિદ્ધિઓ અને ભંડોળ આપે છે. તો અન્ય સાત હાથમાં ધનુષ, બાણ, કમંડળ, કમળ, અમૃત પૂર્ણ કળશ, ચક્ર અને ગદા હોય છે.
પૂજા મૂહુર્ત
હિન્દુ પંચાંગ મુજબ, ચૈત્ર શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 24 માર્ચે બપોરે 03:29 વાગ્યે શરૂ થાય છે અને 25 માર્ચે બપોરે 02:53 વાગ્યે સમાપ્ત થાય છે. આ દિવસે ખૂબ જ શુભ યોગ એટલે કે રવિ યોગ બની રહ્યો છે. ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસે રવિ યોગ સવારે 06:15 થી 11:49 સુધી થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન મા કુષ્માંડાની પૂજા કરવાથી પૂજાનું વિશેષ ફળ મળે છે.
આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ રિમાર્ક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ લોકસભામાંથી સાંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. વાંચો ઓર્ડરની કોપી
મા કુષ્માંડાની પૂજા પદ્ધતિ
નવરાત્રિના ચોથા દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી માતા કુષ્માંડાને પ્રણામ કરો.
માતા કુષ્માંડાને જળ પુષ્પ અર્પણ કરીને માતાનું ધ્યાન કરો.
પૂજા દરમિયાન દેવીને પૂરા હૃદયથી ફૂલ, ધૂપ, ભોગ ચઢાવો.
આ દિવસે માતા કુષ્માંડાને લાલ ફૂલો અને સફેદ કુમ્હડાના ફૂલો અર્પણ કરો. તેમને પંચફળ અને માલપુઆનો ભોગ પણ અર્પણ કરો.
પૂજા સમયે મા દુર્ગાનું ધ્યાન કરો અને દેવી કુષ્માંડા સ્તોત્રનો પાઠ કરો. પૂજાના અંતે દુર્ગા માતાની આરતીનો પાઠ કરો અને પછી પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો.
મા કુષ્માંડા મંત્ર
બીજ મંત્રઃ कुष्मांडा: ऐं ह्री देव्यै नम:
પૂજા મંત્રઃ ॐ कूष्माण्डायै नम:
ધ્યાન મંત્રઃ वन्दे वांछित कामर्थे चन्द्रार्घकृत शेखराम्। सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्वनीम्॥