News Continuous Bureau | Mumbai
અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવપોઢી એકાદશી વ્રત રાખવાનું વિધાન છે. આ દિવસને ‘દેવશયની’, ‘યોગનિદ્રા’ અથવા ‘પદ્મનાભ’ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવશયની દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ આરામ માટે ક્ષીર સાગર જાય છે. ભગવાન શ્રી હરિના પોઢવાનાં આ મહિનાઓને ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. ચતુર્માસ દરમિયાન કોઈ શુભ કાર્ય, લગ્ન, મુંડન, ગ્રહ પ્રવેશ કરવો, નવા મકાનનું નિર્માણ વગેરે કરવામાં આવતું નથી. ચતુર્માસમાં તમામ શુભ કાર્યો પર બંધ કરી દેવામાં છે. જણાવી દઈએ કે ચતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી લઈને કારતક મહિનાની દેવઉઠી એકાદશી સુધી ચાલે છે.
ચતુર્માસ દરમિયાન આ નિયમોનું પાલન કરો
ચતુર્માસમાં માંગલિક કાર્યો બંધ રહે છે, પરંતુ આ સમયમાં પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ સાથે ચતુર્માસમાં કેટલાક નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે જે આ નિયમોનું પાલન કરે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે. શ્રી હરિ આવા ભક્તોના ઘરને ધન અને ધાન્યથી ભરી દે છે. તો ચાલો જાણીએ ચતુર્માસ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો: Complain Against Mehbooba Mufti: મસ્જિદમાંથી જય શ્રી રામના નારા લગાવવાનો દાવો, ‘ફેક ટ્વિટ’માં ફસાયેલી મહેબૂબા મુફ્તી, ફરિયાદ દાખલ
બ્રહ્મચર્યનું પાલન કરો
પૂજા કરો, જપ કરો, તપ કરો અને દાન કરો
પાન, મીઠું, દહીં અને ગોળનું સેવન ન કરવું
સાત્વિક ભોજન ખાઓ, થાળીમાં ભોજન કરો
ચતુર્માસમાં કાળા અને વાદળી વસ્ત્રો ન પહેરવા
ચતુર્માસમાં મૌન વ્રત રાખો
માંસ-દારૂ, ડુંગળી-લસણનું સેવન ન કરવું જોઈએ
બીજાનો અનાદર ન કરો કે કોઈને દુઃખ ન આપો
ચતુર્માસ 5 મહિનાનો રહેશે
આ વખતે ચાતુર્માસ 4ને બદલે 5 મહિનાનો રહેશે. આ વર્ષે શ્રાવણ માસમાં અધિક મહિનો છે, જેના કારણે શ્રાવણ માસ બે મહિનાનો રહેશે. આ રીતે ભગવાન વિષ્ણુ 4 મહિનાને બદલે 5 મહિના સુધી યોગ નિદ્રામાં રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ભોળાનાથ જ્યાં સુધી વિષ્ણુજી યોગ નિદ્રામાં રહેશે ત્યાં સુધી વિશ્વનું સંચાલન કરશે.