News Continuous Bureau | Mumbai
આજના સમયમાં ઘણા બધા લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય છે્ પણ અમુક લોકો પહેલાથી જ પાતળા હોય છે. આવા લોકો વજન વધારવા માટે ઘણી બધી વસ્તુઓનું સેવન કરતા હોય છે. અમુક લોકો પ્રોટીન પાવડરનું સેવન કરતા હોય છે. પણ વજન વધવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. વજન ઘટાડવું જેટલું મુશ્કેલ હોય છે. એટલું જ મુશ્કેલ વજન વધારવું પણ હોય છે. થોડી ઘણી કોશિશ કરીને તમે પોતાના વજનને વધારી શકો છો. આના માટે તમારે પોતાને ડાયટ નું ખાસ ધ્યાન રાખવું પડશે. ડ્રાયફ્રૂટ્સનું સેવન વજન વધારવા માટે તમને મદદ કરી શકે છે. અમુક ડ્રાયફ્રુટ નું રેગ્યુલર સેવન કરવાથી તમને વેટ ગેન કરવામાં ઘણી હદ સુધી મદદ મળી શકે છે. આજે આપણે આ વિશે વિસ્તારથી જાણીશું.
આ સમાચાર પણ વાંચો: દિવસના આ સમયે સૌથી વધુ જીભ પર બિરાજે છે દેવી સરસ્વતી, પૂર્ણ થાય છે મનોકામનાઓ
વજન વધારવા માટે તમે પોતાના ડાયટમાં કાજુને સામેલ કરી શકો છો. કાજુમાં સારી માત્રામાં કેલરી હોય છે. જો તમે રેગ્યુલરલી કાજુનું સેવન કરો છો તો તેનાથી વેટગેન કરવામાં મદદ મળે છે. આ સિવાય તમે અંજીરનું સેવન કરી શકો છો. અંજીરને પાણીમાં પલાળીને તેનું દૂધ સાથે સેવન કરી શકાય છે. ખજૂરનું સેવન પણ તમારી માટે લાભદાયી થઈ શકે છે. તેના સેવનથી તમારા શરીરને શક્તિ પણ મળશે. આ સિવાય તમે સૂકી દ્રાક્ષનું સેવન કરી શકો છો. સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને ત્યારબાદ તેનું સેવન કરી શકાય છે.આ સિવાય તમે દૂધ સાથે પણ કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો. આ બધા જ ડ્રાયફ્રૂટ્સ તમને વજન વધારવામાં મદદ કરી શકે છે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.